સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂરનું સંકટ ગંભીર બન્યું છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 5 દિવસમાં 980 મીમી એટલે કે 50 ઇંચ વરસાદ તૂટી પડ્યો છે. મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. સંખ્યાબંધ ગામો હજુ પણ સંપર્કવિહોણા બન્યાં છે.
ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે.