News Updates
GUJARAT

મિત્રો સાથે નાહવા પડેલા યુવકને મગર ખેંચી જતાં મોત, હાફેશ્વર નર્મદા નદીમાં ગઈકાલે સાંજે

Spread the love

છોટા ઉદેપુર જિલ્લાના તીર્થધામ હાફેશ્વર ખાતે ગઈકાલે સાંજે નર્મદા નદીમાં નાહવા પડતાં નદીમાં રહેલા મગરે ખેચી લેતા તેનું મોત નિપજ્યું છે. યુવકની લાશ આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢી છે.

છોટા ઉદેપુર જિલ્લાના તીર્થધામ અને ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયની ત્રિભેટે આવેલું અને ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશદ્વાર એવા હાફેશ્વર ખાતે ગઈકાલે એક યુવકને નર્મદા નદીમાં મગરે ખેંચી લેવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં હાફેશ્વર ગામના વિનેશભાઈ વાહ ભીલ ઉં.વ.18 પોતાના અન્ય બે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે અચાનક વિનેશભાઈને મગરે પકડી લીધો હતો અને નદીમાં ખેચી ગયો હતો.

આ ઘટના નજરે જોનારાઓએ તાત્કાલિક બુમાબુમ કરી હતી. જેને લઇને નજીકમાં રહેલા લોકો નદી કિનારે આવી ગયા હતા અને વન વિભાગ તેમજ સ્થાનિક કવાંટ પોલીસને જાણ કરી હતી, પરંતુ મગર વીનેશભાઈને નદીમાં ઊંડે સુધી ખેંચી ગયો હતો. જેની શોધખોળ રાત્રે મોડે સુધી કરવા છતાં મળી ન હતી. ત્યારબાદ આજે વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરતાં લગભગ આઠ વાગ્યાના અરસામાં યુવકની લાશ મળી આવી હતી.

હાફેશ્વર એ નર્મદા નદીનું ગુજરાતનું પ્રવેશદ્વાર છે, જ્યાં દરરોજ મોટો સંખ્યામાં યાત્રાળુઓ તથા નર્મદા પરિક્રમા કરવાવાળા યાત્રાળુઓ આવે છે. જેઓમાં આ ઘટનાને લઈને ભય જોવા મળી રહ્યો છે.


Spread the love

Related posts

Vapi:ખુલ્લી ગટરમાંથી જીવંત અને મૃત માછલીઓ મળી આવી,વાપીના ચલા વિસ્તારમાં

Team News Updates

નર્મદાના નીર 106 તળાવોમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોએ વધામણાં કર્યા, જુઓ

Team News Updates

હૃદયની બીમારીઓથી બચવા માંગતા હોવ તો આ 3 બાબતોનું રાખો ધ્યાન, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી

Team News Updates