News Updates
AHMEDABADGUJARAT

પરીક્ષાના વિઘ્નહર્તા બન્યા ગુજરાતી IPS:કોન્સ્ટેબલથી લઈને IG કક્ષાના અધિકારી સુધીની તમામ જવાબદારી સંભાળી, ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી અભિભૂત

Spread the love

સરકારની સરકારી પરીક્ષાના પેપરલીકના સંકટ સમયે ગુજરાતી આઇપીએસ, હસમુખ પટેલ હમેશા વિઘ્નહર્તા બન્યા. અગાઉ જ્યારે પણ પેપર લીક થયા ત્યારે સરકારે પરીક્ષા કરાવવાની જવાબદારી ક્લીન છબી ધરાવતા આઈપીએસ, હસમુખ પટેલને જ સોંપવામાં આવી હતી, જેમાં તે 100 ટકા સાબિત થયા. જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિવાદે પૂરી થઈ ત્યારે હવે આજે ગુજરાતમાં એકસાથે 8.50 લાખ લોકો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાના હતા, જેની જવાબદારી પણ હસમુખ પટેલના શિરે હતી અને આ વખતે પણ હસમુખ પટેલે બાજી મારી છે અને કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થઈ છે.

નિર્વિવાદ રીતે પરીક્ષા પૂર્ણ
ગુજરાતના આઈપીએસ હસમુખ પટેલ જ્યારે નામ સામે આવે ત્યારે જ લોકોના પેટમાં ફાળ પડે છે. પોતાની ક્લીન છબી અને ઈમાનદારીના કારણે તે ગુજરાત પોલીસમાં એક અલગ સ્થાન ધરાવે છે. છેલ્લી બેથી ત્રણ ભરતીમાં તેમણે કરેલી કામગીરીના કારણે નિર્વિવાદ રીતે પરીક્ષા પૂર્ણ થઈ છે. ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી સંતોષ પામ્યા હતા ત્યારે હસમુખ પટેલ સરકાર દ્વારા લેવાતી સરકારી પરીક્ષામાં હંમેશા વિઘ્નો માટે સંકટમોચન બન્યા હોય તેવું સાબિત થયું છે. પેપર લીક થયા બાદ પરીક્ષાનું આયોજન હોય નાનામાં નાની બાબતની તકેદારી રાખવાની હોય અથવા આખા રાજ્યમાં નાના પોલીસ કોન્સ્ટેબલથી લઈને આઈજી કક્ષાના અધિકારી સુધી વ્યવસ્થા કરવાની તમામ જવાબદારી હસમુખ પટેલે સરળતાથી પૂર્ણ કરી છે.

ગુજરાતના IPS હસમુખ પટેલ પોતાની આગવી ઓળખ ધરાવે છે
1993ની બેચના હસમુખ પટેલ ગુજરાતના આઈપીએસ પોતાની આગવી ઓળખ ધરાવે છે. હસમુખ પટેલ જ્યાં હાજર હોય ત્યાં બેઇમાનીનું નામ પણ કોઈ ઉચ્ચારી શકતું નથી. હસમુખ પટેલે પોતાની ઈમાનદારીના અનેક એવા કિસ્સા પોતાના કાર્યક્રમો સાબિત કર્યા છે કે, તેઓ વિજિલન્સ સહિતની જગ્યાએ ફરજ બજાવી શક્યા છે. હસમુખ પટેલે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને પોલીસને આટલા વર્ષો પછી એક ગુણવત્તાસભર મકાનો મળવા પાછળ પણ હસમુખ પટેલનો વ્યક્તિગત રસ હોવાનું સાબિત થાય છે.

હસમુખ પટેલે બાજી મારી
પંચાયત પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર જ્યારે લેટ થયું ત્યારે તેની જવાબદારી કોઈ ઈમાનદાર અધિકારીને આપવાની હતી અને સરકારે તેમની પસંદ હસમુખ પટેલ ઉપર લાવી હતી. હસમુખ પટેલે સતત સોશિયલ મીડિયાથી ઉમેદવારોના પ્રશ્નો સમજ્યા અને તેમને પળેપળની માહિતી પણ આપી જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ નિર્વિવાદે પૂરી થઈ, હવે આજે ગુજરાતમાં એકસાથે 8.50 લાખ લોકો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનાર છે, જેની જવાબદારી પણ હસમુખ પટેલના શિરે છે એટલે આ વખતે પણ હસમુખ પટેલે બાજી મારી છે અને કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થઈ છે.

હાલ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ નિવૃત થઈ ગયા છે ત્યારે અમદાવાદ શહેરમાં એક ક્લિન છબી ધરાવતા અધિકારીની નિમણૂક કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તે સમયે પણ જે નામો ચર્ચામાં રહ્યા તેમાં હસમુખ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે અને સરકાર તેમના પર પસંદગી ઢોળે તેવી પણ શક્યતા છે.


Spread the love

Related posts

ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે

Team News Updates

હરિયાણાના ઝજ્જર નજીક થયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યુવકોના મોત, રાજસ્થાનના એક યુવકનું પણ મોત, અન્ય એક ગંભીર

Team News Updates

લોકોના રોષ સામે ધારાસભ્યની બોલતી બંધ:પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવવા ગયા ને નારાજ પ્રજાએ ઊઘડો લીધો; ગામમાં ભાજપના કોઈ નેતા જુએ નહીં કહી તગેડી મૂક્યા

Team News Updates