News Updates
AHMEDABAD

Ahmedabad ના અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

Spread the love

પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા -ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023 થી ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા -ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023 થી ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી રહી છે. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 09543 અસારવા – ચિત્તોડગઢ ડેમુ સ્પેશિયલ અસારવાથી 02 જુલાઈ 2023 થી દરરોજ 10:05 કલાકે ઉપડશે અને 20:05 કલાકે ચિત્તોડગઢ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ – અસારવા ડેમુ સ્પેશિયલ 02 જુલાઈ, 2023 થી દરરોજ ચિત્તોડગઢથી 09:15 કલાકે ઉપડશે અને 19:10 કલાકે અસારવા પહોંચશે.
  • ટ્રેન નંબર 09543/09544 નો પરિચાલન સમય અને સ્ટોપેજ અસારવા-હિંમતનગર વચ્ચે યથાવત રહેશે. હિંમતનગરથી ચિત્તોડગઢ વચ્ચે આ ટ્રેન વનતાડા, રાયગઢ રોડ, સુનક, શામળાજી રોડ, લુસાડિયા, જગાબોર, બિછીવાડા, શ્રી ભવનાથ, શાલાશાહ થાણા, ડુંગરપુર, કોતાના, રીખભદેવ રોડ, કુંડલગઢ, સેમારી, સુરખંડ કા ખેડા, જયસમંદ રોડ, પાડલા, જાવર, ખારવા ચાંદા, ઉમરા, ઉદયપુર સિટી, રાણાપ્રતાપ નગર, માવલી જં, ફતેહનગર, ભૂપાલ સાગર, કપાસણ, પાંડોલી, નેતાવલ અને ઘોસુંડા સ્ટેશનો પર થોભશે.

 ગાંધીગ્રામ-બોટાદ સ્પેશિયલ અને ધ્રાંગધ્રા-બોટાદ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પરથી દોડતી ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ અને ધ્રાંગધ્રા-બોટાદ-ધ્રાંગધ્રા સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ લંબાવેલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  •  ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ જે 30 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  •  ટ્રેન નંબર 09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ સ્પેશિયલ જે 30 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

Spread the love

Related posts

100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન

Ahmedabad:જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી,બાળકો કૃષ્ણ-રાધાના રંગે રંગાયા,મણીનગરની દિવાન બલ્લુભાઈ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં

Team News Updates

પ્રકોપથી રાહત મળશે 11મીથી ગરમીના:આજથી 2 દિવસ અમદાવાદનો પારો 43 ડિગ્રી રહેશે,રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે 3 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે

Team News Updates