News Updates
GUJARAT

Dangs: વઘઈ-આહવા-સુબીરમાં ભારે પવન ફુંકાયો,ભારે બફારા બાદ વરસાદ

Spread the love

દંડકારણ્ય વન પ્રદેશ ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિત આજુબાજુના ગામડાઓમાં ગરમીનાં બફારા બાદ ડાંગ જિલ્લાના વાતાવરણમાં આચાનક પલટો આવ્યો હતો. સાપુતારા સહિતના તળેટીય વિસ્તારમાં વરસાદ, સુબીર તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ હતી. જયારે વઘઈ-આહવા-સુબીરમાં ભારે પવન ફુંકાયો હતો, દેશમાં કેરળમાં ચોમાસું બેસી ગયું છે. કેરળમાં વરસાદનાં આગમનથી દેશમાં વિધિવત ચોમાસું શરૂ થવાની શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના દક્ષિણના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ જતાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જ્યારે જિલ્લામાં પણ ગરમીના બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં રાજ્યના એકમાત્ર હવા ખાવાના સ્થળ સાપુતારા સહિતના તળેટીય વિસ્તારમાં વરસાદ, સુબીર તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ હતી.

ડાંગ જિલ્લામાં પાણીના અભાવે લોકોનું જીવન દયનીય બનાવ્યું અને વધતા તાપમાને અસહ્ય બફારા બાદ વરસાદની પધરામણી, આહવા વઘઇ સુબીર સાપુતારા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા જ્યારે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યા. વાદળ છવાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીત લહેર સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. મેઘરાજાના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 15 જુનથી સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસુ શરૂ થવાની શક્યતા છે.


Spread the love

Related posts

Jamnagar:પોતાની કારમાં ઝેરી દવા પી આપઘાત કર્યો,ખંભાળિયાના કોન્ટ્રાક્ટર યુવાને ધ્રોલના ટોક નાકા પાસે

Team News Updates

બપોર સુધીમાં વીજ પ્રવાહ પૂર્વવત થવાની સંભાવના,UGVCLની 3 ટીમો કામે લાગી,10 ગામોમાં 26 વિજપોલ પડી જતાં વીજળી ગુલ

Team News Updates

746 લોકોના થયા હતા મોત,ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત

Team News Updates