પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી દરેક નાગરિકની નૈતિક ફરજ : રામીબહેન વાજા
જીવનમાં જરૂરિયાત મુજબ વસ્તુઓનો ઉપયોગથી પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે : નાયબ વન સંરક્ષક ડો.મોહન રામ
ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને TFC ઓડિટોરિયમ હોલ સોમનાથ પ્રભાસ પાટણ ખાતે ગીર સોમનાથ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ‘‘વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અંબાજીથી રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યુ હતુ કે, પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી, દરેક નાગરિકની ફરજ છે મનુષ્યના જીવનમાં વૃક્ષોનુ ઘણુ મહત્વ તેથી તેનો ઉછેર એક બાળકની માફક કરવો જોઈએ. જ્યારે અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પિઠીયાએ વૃક્ષનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આપણા જીવન દરમિયાન વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષોની જાળવણી કરવી જોઈએ વૃક્ષોનું આપણા જીવનમાં અમૂલ્ય મહત્વ છે અને સાથેજ પર્યાવરણનું પણ આપણે જતન કરવું જોઈએ.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી ડો.મોહનરામે વિશ્વ પર્યાવરણ દિવસનુ મહત્વ સમજાવતાં જણાવ્યુ હતુ કે, પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીથી અહીં આવતા હજારો પ્રવાસીઓને પણ પર્યાવરણની જાળવણીનો સંદેશ પ્રાપ્ત થશે તેમજ ઉમેર્યુ હતું કે, આપણે કાગળ, ઇલેક્ટ્રીસિટી, સહિતની વસ્તુઓનો આપણા રોજિંદા જીવનમાં જરૂરિયાત મુજબ વાપરીએ તો પણ પર્યાવરણનું જતન થાય છે અને આપણે દરેકે જુદા જુદા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવું જોઈએ. ક્રાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટી.એફ.સી.ના પટાંગણમાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી ચોચાએ અને આભારવિધિ રેન્જ ફોરેસ્ટ શ્રી રસીલાબેન વાઢેર દ્વારા કરાઈ હતી.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)