News Updates
GUJARATRAJKOT

90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી 43.5 વીઘા જમીન

Spread the love

રાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે. આવા જ એક દાતા એટલે ધોરાજીના નાની પરબડી ગામના 90 વર્ષીય નંદુબા.. નાની પરબડી ગામના 90 વર્ષના નંદુબેન ડાયાભાઈ પાઘડારે પોતાની ઈચ્છા પ્રમાણે તેઓના ખાતે રહેલી 43.5 (સાડા તેતાલીસ) વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ત્યારે તારીખ 5 જૂન ને સોમવારના રોજ નંદુબેન પાઘડારે ચાલી ન શકતા હોવા છતાં સ્ટ્રેચર પર ધોરાજી સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મામલતદાર સમક્ષ વસીયતનામું કરીને તેઓના ખાતે રહેલી 43.5 વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી હતી.


નંદુબાની આ દાનવીરતાને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ કોટિ કોટિ વંદન કરે છે. આ તકે શ્રી ખોડલધામ સમિતિ- ધોરાજીના સભ્યોએ સબ રજિસ્ટ્રાર કચેરી જઈને નંદુબાને મા ખોડલની છબી આપીને તેમની આ દાનવીરતાને વંદન કર્યા હતા અને તેઓને સન્માનિત કર્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે નંદુબાને ટ્રસ્ટ વતી લાખ લાખ અભિનંદન પાઠવ્યા છે અને આ નિર્ણયને સહર્ષ વધાવ્યો છે.

(ધોરાજી)


Spread the love

Related posts

ઓસમ ડુંગર પર રેસ્ક્યુ:ભારે વરસાદને કારણે ડુંગર પર ફસાયેલા ત્રણ સહેલાણીઓની જિંદગી બચાવાઈ; સરપંચ, ફાયર બ્રિગેડ, જિલ્લા વહીવટી તંત્રએ કામગીરી કરી

Team News Updates

નર્મદા જિલ્લાના શિક્ષકને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ 2023 એનાયત કરાયો

Team News Updates

યુજી નીટ 2023નું પરિણામ જાહેર:નીટ ઑલ ઈન્ડિયા ટોપ 50 રેન્કમાં ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ઝળક્યા

Team News Updates