News Updates
GUJARAT

હરિયાણાના ઝજ્જર નજીક થયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યુવકોના મોત, રાજસ્થાનના એક યુવકનું પણ મોત, અન્ય એક ગંભીર

Spread the love

આ યુવકો ગાયોની ખરીદી કરવા ગયા હતા. તેમની સાથે એક રાજસ્થાનના યુવકનું પણ મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યુ છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

હરિયાણાના ઝજ્જર નજીક એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. ટ્રક અને કાર અકસ્માત થતાં કુલ 5 યુવકના મોત થયા છે. આ પાંચ યુવક પૈકી ચાર યુવક ગુજરાતના હોવાનું સામે આવ્યુ છે. આ યુવકો ગાયોની ખરીદી કરવા ગયા હતા. તેમની સાથે એક રાજસ્થાનના યુવકનું પણ મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યુ છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

મૃત્યુ પામેલા પાંચેય યુવાનો હરિયાણામાં ગાયોની ખરીદી કરવા ગયા હતા. 5 યુવકો મહેસાણા, પાટણ અને રાજસ્થાનના હતા. જગદીશ ચૌધરી નામનો એક યુવક પાટણના કમાલપુરનો હતો. 2 યુવક પાટણના સીતાપુરના હતા. જેમાં એકનું નામ ભરત ચૌધરી હોવાનુ જાણવા મળ્યુ છે. 1 યુવક પાર્થીલ ચૌધરી મહેસાણાના સમેત્રાનો હોવાની માહિતી છે. તો એક યુવક રાજસ્થાનનો હતો. અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની માહિતી છે.


Spread the love

Related posts

ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે

Team News Updates

વિશ્વના સૌથી કિંમતી કોહિનૂર હીરાના અસલી માલિક કોણ હતા ? જાણો શું છે ઈતિહાસ

Team News Updates

તમારા યુરિનનો રંગ શું સંકેત આપે છે ? જાણો તમને કોઇ બીમારી તો નથી ને

Team News Updates