News Updates
GUJARAT

ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી,ગુજરાતમાં આગામી 3 દિવસ 

Spread the love

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીમાં રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજથી લઈને 14 મે સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે જેમાં રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીમાં રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજથી લઈને 14 મે સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે જેમાં રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે. ત્યારે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

આ સાથે 15 મે બાદ આકરી ગરમી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે એક તરફ ગરમીમાં 4 દિવસ થોડી રાહત રહેશે તો બીજી તરફ 15 તારીખથી ફરી ગરમીનું મોજુ ફરી વળશે. ત્યારે આ તરફ ચોમાસું વહેલુ આવાની પણ શક્યતાઓ છે.

11થી 14 મે દરમિયાન રાજયમાં ગાજવીજ સાથે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી.  આ સાથે  કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પવન ભારે ગતિથી ફૂંકાશે.. અમદાવાદ,બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


Spread the love

Related posts

Knowledge:પીળી ટેપ જ કેમ લગાવે છે ? પોલીસ દરેક ક્રાઈમ સીન પર

Team News Updates

ટામેટાનુ ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ કપરી બની, 1 લાખ રુપિયા ખર્ચ સામે 2 રુપિયા કિલો વેચાઈ રહ્યા છે

Team News Updates

રાત્રે ઘુવડને જોવું શુભ છે કે અશુભ, જાણો મુશ્કેલીઓ દૂર થાય છે કે નહીં

Team News Updates