News Updates
GUJARAT

પરિવારમાં શોક,માત્ર મૃતદેહ જ પરત આવ્યો,એકની એક દીકરીએ પિતા ગુમાવ્યા, ઉતાવળે નોકરી જઈ રહેલા શખસનો ડમ્પર નીચે ઘૂસી ગયો

Spread the love

નવસારીમાં ગ્રીડ હાઇવે પાસે સ્વામીનારાયણ મંદિરની સામે ત્રણ રસ્તા સર્વિસ રોડ પર ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઉતાવળે બાઈક પર સવાર થઈ નોકરી પર જઈ રહેલા શખ્સનો માત્ર મૃતદેહ જ પરત આવ્યો હતો. જેથી એકની એક દીકરીએ પિતા ગુમાવ્યાં છે. જેને પગલે પરિવારમાં શોક છવાયો છે.

શાંતિવન સોસાયટીમાં રહેતો યુવક બપોરની રીસેસમાં જમીને ધારાગીરી સ્થિત હોન્ડા સર્વિસ સેન્ટરમાં નોકરી જવાએ નીક્ળ્યો હતો, ત્યારે બપોરના સમયે ઘટના ઘટી હતી. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નવસારી તાલુકાના ગણેશ સિસોદ્રા ગામના મૂળ વતની અને હાલ કાલીયાવાડી વિસ્તારમાં શાંતિવન-2 સોસાયટીમાં રહેતા બ્રિજેશ જયંતીભાઇ આહિર ઉ.વ. 39 હોન્ડા સર્વિસ સેન્ટર ધારાગીરી ખાતે નોકરી કરતો હતો. તેઓ પોતાના ઘરેથી બપોરના સમયે નોકરીએ જવા નીકળ્યા હતા.

આ દરમિયાન હાઇવે પરથી ગ્રીડ તરફ જતા સર્વિસ રોડ પર ડમ્પર ચાલકે તેની મોટર સાઈકલને જોરદાર ટક્કર મારી હતી. જેથી સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બપોરે 2 ક્લાકની આસપાસ આ ઘટના ઘટી હતી. અકસ્માત સર્જાતા જ ઘટના સ્થળે લોકોનું ટોળુ વળી ગયું હતું. મૃતક યુવકની ઓળખ થતા જ હોન્ડા શોરૂમના સ્ટાફને પણ તેની જાણ થતા તેઓ પણ નજીકમાં હોય ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અચાનક બનેલી ઘટનાથી સમગ્ર સ્ટાફ પણ શોકગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતની જાણ મૃતકના પરિવારજનોને કરાતા તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. તેના પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને એક બહેન હોવાની માહિતી મળી છે. સમગ્ર પરિવાર મૃતક યુવાન ઉપર નિર્ભર હોય પરિવારનો મોભી જ અકસ્માતમાં મૃત્યુ પામતા સમગ્ર પરિવાર આઘાત પામ્યો હતો.

અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે એક બાઈક ચાલક ઓવરસ્પિડમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સામેથી એક ડમ્પર આવતા બાઈક સવાર તેની સાથે અથડાયો હતો. બાઈક અને ડમ્પર વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર ટક્કર વાગ્યા બાદ હાઈવે પર ફંગોળાઈ ગયો હતો. જેને પગલે તેને ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેનું સારવારમાં મોત થયું છે.


Spread the love

Related posts

Google Chrome દેશ માટે ખતરો ! સરકારે આપી ગંભીર ચેતવણી

Team News Updates

વિહંગમ યોગ સંત સમાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે, 25000 કુંડીય વિશ્વશાંતિ યજ્ઞ થશે

Team News Updates

SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત

Team News Updates