News Updates
GUJARAT

રાજકોટમાં આગામી ૮,જુને જબરદસ્ત ZUMBA અને POWER GARBAનું પાવરફુલ આયોજન

Spread the love

DF સ્ટુડીયોનાં આશાબેન દવે,મુસ્કાન વ્યાસ દ્વારા આયોજન

બોરિંગ એક્સરસાઇઝથી કંટાળી ગયા છે તો અજમાવી જુઓ જુમ્બા, ફાયદા જાણી દંગ રહી જશો

રાજકોટ,તા.૧૮: રાજકોટ રંગીલું છે અને રાજકોટવાસીઓ ચટાકેદાર વાનગીઓના શોખીન પણ છે. સાથે-સાથે પોતાના આરોગ્ય પ્રત્યે રાજકોટવાસીઓ સૌથી વધુ તકેદારી રાખતા પણ જણાઈ છે.

   આગામી ૮,જુનનાં રોજ રાજકોટનાં DF સ્ટુડિયો દ્વારા લેટ્સ ઈટ રેસ્ટોરંટ,નાના મવા રોડ.રાજકોટ ખાતે સાંજે ૫ વાગ્યાથી ઝુમ્બા અને પાવર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આં કાર્યક્રમમાં ઝુમ્બાનાં ખ્યાતનામ ટ્રેનર ZES ધીરજ સુદ(ZES DHIRAJ SOOD) કે જેઓ ઝુમ્બા અંગેનાં સર્ટીફીકેશન એક્સપર્ટ છે તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમને પ્લેક્ષસ કાર્ડિયો કેર-રાજકોટ(PLEXUS CARDIO CARE-RAJKOT) દ્વારા સ્પોન્સર કરવામાં આવનાર છે.

             આ ઇવેન્ટમાં કોઈપણ ઉમરનાં બાળકો,સ્ત્રીઓ અને પુરુષો ભાગ લઇ શકે છે વધુ માહિતી માટે તથા રજીસ્ટ્રેશન માટે  DF સ્ટુડિયો,૯-વૈશાલી નગર,રૈયા રોડ,રાજકોટ ખાતે અથવા મો.નં.૯૧૦૬૨૩૫૮૨૮ અથવા ૯૦૫૪૮૭૧૬૨૧ પર સંપર્ક કરી શકો છો. જે અંગેની ફી પ્રતિ વ્યક્તિનાં રૂ.૩૦૦ છે. જેની સાથે ડીનરની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઉપરાંત ગ્રુપ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવનાર છે.

   આ ઇવેન્ટને સફળ બનાવવા માટે DF સ્ટુડિયોનાં આશાબેન દવે(ASHABEN DAVE),મુસ્કાન વ્યાસ(MUSKAN VYAS) તથા ઝુમ્બા ટ્રેઈનર હીર રાવલ(HEER RAVAL) જહેમત ઉઠાવી રહ્યા છે.

શું છે જુમ્બા:એક્સરસાઇઝના અનેક પ્રકાર છે, જેમાંથી એક છે આ ઝુમ્બા. આ એક એરોબિક ફિટનેસ પ્રોગ્રામ છે જેમાં સંગીત સાથે ડાન્સ કરવામાં આવે છે. તેની શરૂઆત લેટિન અમેરિકન સંગીત પર કરવામાં આવતી ડાન્સ મૂવ્સથી થઈ હતી.

કેટલી કેલેરી થાય છે બર્ન:ઝુબાના 1 કલાકમાં સંપૂર્ણ 500 કેલરી બર્ન થાય છે, જે ફિટનેસ માટે શ્રેષ્ઠ છે. લગભગ 1 કલાકના કોઈપણ સામાન્ય વર્કઆઉટમાં લગભગ 300-350 બર્ન્સ થાય છે. સામાન્ય રીતે 1 કલાક ચાલવાથી 250-300 કેલરી બર્ન થાય છે. એટલે કે  પાતળા થવા માટે 1 કલાકના જુમ્બા ખૂબ જ ફાયદાકારક છે.

જુમ્બાના ફાયદા:

૧.કેલરી બર્ન કરવાની સાથે તમારો મૂડ પણ સારો રહે છે, જેના કારણે હેપ્પી હોર્મોન્સ બહાર આવે છે. વાસ્તવમાં ઝુબા ફાસ્ટ મ્યુઝિક બીટ પર કરવામાં આવે છે, જેનાથી તેને કરવામાં મજા આવે છે અને સારું લાગે છે.

૨. જો તમને ડાન્સ કરવાનું બિલકુલ આવડતું નથી, તો ચોક્કસથી ઝુબામાં જોડાઓ. આમાં મ્યુઝિક અને ગીત પર ડાન્સિંગ સ્ટેપ્સ કરવામાં આવે છે, જેમાંથી તમે ડાન્સ મૂવ્સ પણ  શીખો છો અને પાતળા પણ થઈ જાવ છો.

૩. ઘણી બધી કસરતો કરવી કંટાળાજનક  લાગ છે અને  આ એક્સરસાઇઝ 1 કલાક કરવી મુશ્કેલ બની જાય છે  પરંતુ ઝુબામાં,  ક્યારે એક કલાક વર્કઆઉટ થઇ જાય છે. જેની  ખબર નથી પડતી. ખાસ કરીને જ્યારે તમે સમૂહ સંગીતના ધબકારા પર નૃત્ય કરો છો, ત્યારે તે એક મનોરંજક પ્રવૃત્તિ બની જાય છે.


Spread the love

Related posts

નમો ડ્રોન દીદી યોજના માટે આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, જાણો કંપની વિશે

Team News Updates

વિસાવદર ના ઇશ્વરિયા ગામે ઝાંઝેશ્રીનદી માં ધોડા પુર

Team News Updates

‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે ઝાલોદના કદવાલ માં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશાળ રેલી યોજાઇ.

Team News Updates