News Updates
AHMEDABAD

 ફેલાઇ રહ્યુ છે ઝેર દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ,AQI-400ને પાર

Spread the love

અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે હોવાનું સામે આવ્યુ છે. જેને રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવશે.

ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ ગઇ છે. જો કે હજુ પણ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. આ વચ્ચે અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે હોવાનું સામે આવ્યુ છે. જેને રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવશે.

અમદાવાદમાં રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI-400ને પાર પહોંચ્યુ છે. રામોલ-હાથીજણમાં હવા સૌથી ઝેરી, AQI-452 નોંધાયો છે. વટવામાં AQI-449, રિવરફ્રન્ટ પર AQI-435 છે. શહેરમાં સરેરાશ AQI-225 નોંધાયો છે. તો પ્રદૂષિત હવાથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ વધવાની શક્યતા છે.

બીજી તરફ હવાની ગુણવત્તા સુધારવા મનપા દ્વારા 100 જગ્યાએ સેન્સર લગાવાશે. પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા હવાની ગુણવત્તાનું મોનિટરીંગ કરાશે. AQI મશીન મૂકવાથી જે-તે વિસ્તારના પ્રદૂષણની વિગતો કન્ટ્રોલ રૂમમાં જોવા મળશે. જ્યાં પ્રદૂષણ જોખમી જણાશે ત્યાં અટકાવવા માટેના તાત્કાલિક પગલાં લેવાશે. મશીન દ્વારા પાણીનો છંટકાવ કરીને પ્રદૂષણને નિયંત્રણમાં લેવાશે. પ્રદૂષણ પર નિયંત્રણ માટે સેન્સર લગાવનારું અમદાવાદ પ્રથમ શહેર બનશે.


Spread the love

Related posts

વરસાદની આગાહી ગુજરાતમાં આખું અઠવાડિયું ; મોરબી, કચ્છ જામનગરમાં ભારે વરસાદની આગાહી, આજે રાજ્યના 30 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Team News Updates

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની બોગસ ટિકિટ ઝડપાઈ, ટિકિટનું વેચાણ થાય તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે કર્યો પર્દાફાશ, જુઓ

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates