રાજકોટ શહેરના શાપર વેરાવળમાં રહેતા ફરીયાદીની ભોગબનનાર સગીરાને આરોપી જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ ભગાડી ગયેલ તેવી સગીરાની માતાએ તા.07/10/2023 ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આરોપી અને સગીરા મળી આવતા જગદીશની ધરપકડ કરવામાં આવી હતી અને સગીરાએ જણાવ્યું હતું કે આરોપી તેને બદકામ કરવાના ઇરાદે તેના મુળ વતન ખમીદાણા તા.કેશોદ જી.જુનાગઢ ગામે લઈ ગયેલ હતો અને ત્યાં સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ બે થી ત્રણ વખત દુષ્કર્મ કરેલ તેવું સગીરાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું.
જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટી એ 20 વર્ષ કેદની સજા ફરમાવેલ છે.