News Updates
BHAVNAGAR

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાયો

Spread the love

ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર ના સયુંક્ત ઉપક્રમે ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ’ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આજે આપણા બધાનાં હાથમાં સ્માર્ટ ફોન છે, તમારે કોઇ પણ અજાણ્યા નંબર પરથી ઓટીપી આવે તો તે ઓટીપી આગળ ન વધારવો જોઇએ. પુરતી માહિતીના અભાવે, જાણકારી ના અભાવે થતાં છેતરપિંડીથી થતાં નુકસાનને અટકાવવા સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃકતા લાવવા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર ના સયુંક્ત ઉપક્રમે ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ’ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

સાયબર સુરક્ષા જાગૃતિમાં તાજેતરના સુરક્ષા જોખમો, સાયબર સુરક્ષા શ્રેષ્ઠ પ્રયાસો, ડેન્જર લિંક પર ક્લિક કરવાના જોખમો અથવા ઇન્ફેક્ટેડ એટેચમેન્ટ, ડાઉનલોડ, ઑનલાઇન ક્રિયા-પ્રતિક્રિયા કરવી, સંવેદનશીલ માહિતી જાહેર કરવી વગેરેનો સમાવેશ થાય છે. સાયબર અવેરનેસ કાર્યક્રમો તમારી સંસ્થાની સુરક્ષા મુદ્રામાં વધારો કરવામાં અને તેની પ્રક્રિયાઓને કડક બનાવવામાં મદદ કરે છે, જેનાથી વધુ સ્થિતિસ્થાપક વ્યવસાય બનાવવાનો માર્ગ મોકળો થાય છે. સાયબર સુરક્ષા જાગૃતિએ સંસ્થા-વ્યાપી પહેલ હોવી જોઈએ જેથી તે સૌથી વધુ અસરકારક અને ફાયદાકારક બની શકે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગરના સયુંક્ત ઉપક્રમે યોજાયેલ ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ’ પ્રોગ્રામમાં આ વિશિષ્ટ મુદાઓ ને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં “પ્રિવેન્શન ઓફ ઓનલાઇન ફ્રોડ” અને ”પ્રિવેન્શન ઓફ સાયબર ક્રાઈમ” પર સાયબર ક્રાઈમ પી. આઈ.શ્રી યોગેશ, સાયબર ક્રાઈમ પી.એસ.આઈ.શ્રી એચ. એચ. તથા સાયબર વોરિયર એલ.આઇ.સી.શ્રી કેતનકુમાર દવે દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ અને તેની સાથે સંકળાયેલા વિવિધ જોખમો અને નિવારણ વ્યૂહરચનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી
આ સમગ્ર કાર્યક્રમ જાહેર જનતા તથા વિધ્યાર્થીઓ માટે ખુલ્લો રખાયો હતો. કાર્યક્રમમાં વિધ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં “કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

Team News Updates

મેયરનાં માતાની સાદગીએ દિલ જીત્યા:ભાવનગરના નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ, ભાડાના મકાનમાં રહે છે પરિવાર

Team News Updates

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates