રાજકોટમાં હાલ બારેમાસ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે, જેને લઈને શહેરમાં ઠેર-ઠેર મસાલાની માર્કેટો ધમધમવા લાગી છે. આ મસાલામાં ભેળસેળને અટકાવવા મનપાનાં ફૂડ વિભાગ દ્વારા સતત જુદા-જુદા વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટમાં ચેકિંગ યથાવત છે. જે અંતર્ગત આજે ફૂડ વિભાગની ટીમો દ્વારા નાનામૌવા ચોક નજીક ચાલતી અલગ-અલગ મસાલા માર્કેટ ખાતે ચેકિંગ કરી જીરૂ, હળદર, રાઈ અને ધાણી સહિત 10 નમૂના લેવામાં આવ્યા હતા તેમજ વિદ્યાનગર રોડ નજીક અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતા અને મેડિકલનાં મળી 6 વેપારીઓને લાયસન્સની નોટિસ આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ નાનામૌવા ચોકમાં ભરાતી મસાલા પીઠમાં 6 પેઢીને ત્યા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઉમિયા મસાલા માર્કેટ, ખોડલ મસાલા ભંડાર, જલારામ સિઝન સ્ટોર, ગિરીરાજ સિઝન સ્ટોર, રામ મસાલા માર્કેટ સામેલ છે. જેમાં શ્રી રામ મસાલા માર્કેટ સહિતની જગ્યાએથી શંકાસ્પદ લાગતા મરચા પાવડર, હળદર, જીરૂ, ઘોલર મરચુ, કાશ્મીરી મરતુ, રેશમપટ્ટો, વરિયાળી, રાઇ સહિતના મસાલાના નમૂનાઓ લઇને લેબોરેટરીમાં મોકલી આપવામા આવ્યા છે.
- ધાણા (આખા-લુઝ): સ્થળ- ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉન્ડ, નાનામૌવા ચોક પાસે
- રાઈ (આખી-લુઝ): સ્થળ- ઉમિયા મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉન્ડ, નાનામૌવા ચોક પાસે
- VAJI BHAGAT & SONS-DILL SEEDS (500GM PKD.): સ્થળ- ખોડલ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉંડ, નાનામૌવા ચોક પાસે
- J.K. SPICES-BLACK SALT (1KG PKD.): સ્થળ- ખોડલ મસાલા ભંડાર (મંડપ), શ્રી રામ મસાલા માર્કેટ, પાર્ક એવેન્યૂ સામે ગ્રાઉન્ડ, નાનામૌવા ચોક પાસે
- M M BRAND SUVA SEEDS (500 GM PKD): સ્થળ- જલારામ મસાલા ભંડાર (માંડવો), નાનામૌવા મેઇન રોડ, RMC સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં
- જીરૂ આખું (લુઝ): સ્થળ- જલારામ મસાલા ભંડાર (માંડવો), નાના મૈવા મેઇન રોડ, RMC સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં
- હળદર આખી (લુઝ): સ્થળ- ગિરિરાજ સિઝન સ્ટોર (માંડવી), રામ મસાલા માર્કેટની અંદર, નાનામૌવા મેઇન રોડ, આરોગ્ય કેન્દ્રની સામે, રાજકોટ.
- રાય આખી (લુઝ): સ્થળ- ગિરિરાજ સિઝન સ્ટોર (માંડવો), રામ મસાલા માર્કેટની અંદર, નાનામૌવા મેઇન રોડ, આરોગ્ય કેન્દ્રની સામે
- ધાણી (લુઝ): સ્થળ- શ્રીરામ મસાલા ભંડાર (મંડપ) મસાલા માર્કેટ (માંડવો), RMC કવાટર પાસે, નાનામૌવા સર્કલ પાસે
- જીરું (લુઝ): સ્થળ- શ્રીરામ મસાલા ભંડાર (મંડપ) મસાલા માર્કેટ (માંડવો), RMC કવાટર પાસે, નાનામૌવા સર્કલ પાસે
આ ઉપરાંત મનપાના ફૂડ વિભાગ દ્વારા વિદ્યાનગર રોડ અને તેની આસપાસના મંગળા રોડ સહિતના વિસ્તારોમાં પણ અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતા અને મેડિકલનો વ્યવસાય કરતા 23 વેપારીઓને ત્યાં પણ તપાસ કરાઈ હતી. જેમાં 6 જેટલા વેપારીઓ પાસે લાયસન્સ નહીં હોવાનું સામે આવતા આ તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોની મસાલા માર્કેટમાં દરોડાનો દોર યથાવત રાખવામાં આવનાર છે. જોકે, નમૂનાઓનો રિપોર્ટ ઘણા લાંબા સમય બાદ આવતો હોવાથી સમયસર કાર્યવાહી થતી નથી. ત્યારે આ રિપોર્ટ ઝડપી આવે તેવા પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે.