News Updates
RAJKOT

લસણથી ભરપુર ચટાકેદાર ખાવાના શોખીનો સાવધાન, વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેવુ પડશે

Spread the love

ગુજરાતમાં મોંઘવારીનો માર સામાન્ય પ્રજા પર દિવસે દિવસે વધતો જ જઇ રહ્યો છે. ટામેટા, ડુંગળી બાદ હવે લસણના વધતા ભાવ લોકોને રોવડાવી રહ્યા છે. લસણના રિટેઇલ ભાવની વાત કરીએ તો હાલ 400 રુપિયાથી વધુ કિલો લસણનો ભાવ પહોંચ્યો છે.

શિયાળો આવતા જ ગુજરાતીઓ ગરમ ગરમ કાઠિયાવાડી ખાવા સાથે લસણની ચટણીનો સ્વાદ માણતા હોય છે. જો કે હાલમાં વધતા જઇ રહેલા લસણના ભાવ લસણની ચટણીનો ચટાકો લેનારા લોકોનો સ્વાદ ફીકો પાડી શકે છે.લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ટામેટાના ભાવ માંડ ગગડ્યા હતા, ત્યાં ડુંગળીના ભાવ ઉચકાયા, હવે સુકા લસણનો ભાવ અધધ વધી ગયો છે.ભર શિયાળે લસણનો ભાવ વધતા ગૃહિણો ચિંતામાં મુકાઇ છે.

ગુજરાતમાં મોંઘવારીનો માર સામાન્ય પ્રજા પર દિવસે દિવસે વધતો જ જઇ રહ્યો છે. ટામેટા, ડુંગળી બાદ હવે લસણના વધતા ભાવ લોકોને રોવડાવી રહ્યા છે. લસણના રિટેઇલ ભાવની વાત કરીએ તો હાલ 400 રુપિયાથી વધુ કિલો લસણનો ભાવ પહોંચ્યો છે. જેના કારણે લોકો શિયાળામાં જે છુટથી લસણની ખરીદી કરતા હતા, તે ટાળી રહ્યા છે. હજુ પણ લસણના ભાવમાં વધારો થવાની સંભાવના જોવાઇ રહી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા છે. એક મણ લસણના 2500થી લઇ 3500 રુપિયા સુધી ભાવ પહોંચ્યા છે. છેલ્લા આઠ દિવસમાં લસણના ભાવમાં 500 થી 700 રુપિયાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને લસણના ભાવ નહોતા મળતા. ખેડૂતોને ઓછા ભાવે લસણ વેચવાની ફરજ પડતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને એક મણના માત્ર 250થી 300 રુપિયા મળતા હતા.


Spread the love

Related posts

રાજકોટ ટ્રાફિક પોલીસની અનોખી પહેલઃ ૬૮ વાહન ચાલકોને અપાઇ હેલ્મેટ

Team News Updates

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates

RAJKOT:ઘટનાસ્થળે મોત નીપજ્યું ટ્રક અડફેટે શિક્ષિકાનું :મોરબી રોડ પર સ્કૂલેથી છૂટી પરત ઘરે જતા સમયે તોતિંગ વ્હીલ મહિલા પર ફરી વળતા મોત

Team News Updates