News Updates
RAJKOT

જેતપુરમાં માતા હોસ્પિટલમાં સારવારમાં હતી ત્યારે એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ સગીર વયની પુત્રી પર દુષ્કૃત્ય આચર્યું

Spread the love

રાજકોટના જેતપુર શહેરમાં એક સાવકા પિતાએ સગીર વયની પુત્રીની એકલતાનો લાભ લઇ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાએ સમગ્ર બનાવ અંગે પોતાની માતાને જાણ કરતા માતાએ સીટી પોલીસમાં આરોપી પતિ સામે પોકસો હેઠળ ફરીયાદ નોંધાવી છે.

સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં એક 13 વર્ષની દીકરી છે. આ દીકરીના પિતા સાથે તેણીને અણબનાવ બનતા છૂટાછેડા થઈ ગયા હતા અને થોડા સમય પૂર્વે તેણીએ બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરેલા હતાં અને તેની સાથે જ આગલા ઘરની પુત્રી સાથે રહેતી હતી. ત્રણ દિવસ પૂર્વે મહિલાની તબિયત બગડતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં મહિલા રાત્રિ દરમિયાન હોસ્પિટલ હતી ત્યારે પુત્રી અને સાવકો પિતા ઘરે એકલા હતા અને એકલતાનો લાભ લઇ નરાધમ સાવકા પિતાએ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું..

માતાએ ફરિયાદ નોંધાવી
બીજા દિવસે સગીરાની માતા હોસ્પિટલથી ઘરે પરત આવતા તેણીએ સાવકા બાપના કૃત્ય વિશે માતાને વાત કરી હતી. જેથી આ મહિલાએ પતિને પુત્રી સાથે કરેલ દુષ્કર્મ વિશે પૂછતાં સાવકો પિતા લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી મહિલા તરત જ પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા પહોંચી હતી. પોલીસે મહિલાની ફરીયાદ પરથી પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


Spread the love

Related posts

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates

સી.આર.પાટીલનું સૂત્ર ‘અબ કી બાર 400 પાર’:2024માં 26 સીટો તો જીતીશું સાથે-સાથે 5 લાખની જંગી લીડ પણ મેળવીશું, વિપક્ષને આડે હાથ લેતા 9 વર્ષનાં કામોના હિસાબ આપ્યા

Team News Updates

RAJKOT:અધિકારીઓને આદેશ એક સપ્તાહમાં તમામ સમસ્યા ઉકેલવા,રાજકોટ મનપા કચેરીએ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનાં અધ્યક્ષસ્થાને બેઠક

Team News Updates