News Updates
RAJKOT

રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશન:બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટે, જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા, અન્ય સોની વેપારીઓમાં ફફડાટ

Spread the love

રાજકોટ શહેરમાં વહેલી સવારથી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંનેના બંગલા અને શોરૂમ સહિત આશરે 18 જેટલા સ્થળે આઇટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈને કરચોરી કરતા સોની વેપારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં પણ સર્ચ ઓપરેશન
પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે સાત વાગ્યાથી IT વિભાગની અલગ-અલગ ટીમો રાજકોટમાં ત્રાટકી છે. જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ પર સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ, અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ પર તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં પાંચમા માળે આવેલા ફ્લેટ અને પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આઠમા માળે ભાસ્કર પારેખના ત્યાં તપાસ હાથ ધરાઈ
સાથે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં આઠમા માળે ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ અને હરેશભાઈ બાબરાવાળાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે પંચવટી પાસે આવેલા એક ફ્લેટમાં પણ ઇન્કવાયરી ચાલી રહી હોવાનું આઇટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની શક્યતા
આ તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, સાચી હકિકત તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. આ ઉપરાંત રાધિકા જ્વેલર્સના કોલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાધિકા જ્વેલર્સના માલિકે તાજેતરમાં જ કાલાવડ રોડ પર શો રૂમ બનાવ્યો છે.


Spread the love

Related posts

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Team News Updates

વિજ્ઞાન જાથાનો બાબા બાગેશ્વરને પડકાર:રાજકોટનાં રેસકોર્સમાં યોજાનાર કાર્યક્રમમાં અમારા 50 માણસો હશે, બાબા તેમના નામ કે પાનકાર્ડ નંબર કહી બતાવે

Team News Updates

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાશે.

Team News Updates