- તબીબો,એનિમેશન સેન્ટર પરના દરોડામાં બિલ વિના નિકળેલા માલની ગણતરી ધ્યાને લેવાઈ
- અધિકારીઓએ ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને રજિસ્ટર પરથી કરચોરી પકડી પાડી
જીએસટી વિભાગ દ્વારા તાજેરમાં જ પાડવામા આવેલા દરોડામાં સંસ્થાઓ અને વેપારીઓની ‘રોકડ નીતિ’ પર ઘા કરવામાં આવ્યો છે.છેલ્લાં ચારથી પાંચ દરોડામાં જોવામા આવ્યુ છે કે જીએસટી વિભાગના અધિકારીઓએ રોકડમાં જે વ્યવહાર થયા છે કે રોકડમાં જે માલ વેચાયો છે તેની ગણતરી ધ્યાનમાં લીધી છે અને અને આ વ્યવહારોના આધારે 30 થી 40 કરોડ સુધીના રોકડના વ્યવહારો શોધ્યા છે. આવનારા સમયમાં પણ આ જ પ્રકારના ઓપરેશન જોવા મળે એવી શક્યતા દેખાઈ રહી છે.
ચારથી પાંચ કેસ આવકવેરાને મળ્યાં
જીએસટીના દરોડાના લીધે આઇટી વિભાગને 4થી 5 કેસ મળ્યા છે. આ દરોડામાં રોકડના વ્યહારો સામે આવ્યા હોય એ તમામ કેસ ITને સુપરત કરાયા છે.
દરોડામાં ધ્યાનમાં રખાતી બાબત
{રજિસ્ટર પકડવામા આવે છે {ડાયરીઓની એન્ટ્રી ચેક કરાઈ છે {ચીઠ્ઠીઓ પકડવામા આવે છે {રોકડની એન્ટ્રીઓ કાચા બિલ પર પણ લખાઈ છે {ઘરમા કે એકાઉન્ટન્ટ અથવા અન્ય કર્મચારીના ઘરેથી પણ રોકડની વિગતો મળે છે {ગોડાઉનમા રખાતા રજિસ્ટરમા પણ રોકડની કાચી નોંધ કરવામા આવે છે {વેપારી સંબંધો જેની સાથે હોય ત્યાં પણ રોકડના વ્યવહારો શોધવામાં આવે છે
વિભાગના પાછલા દરોડામા જોવામાં મળેલી મોડસ ઓપરેન્ડી
અ્નેક દરોડામાં વેપારીઓની મોડસ ઓપરેન્ડીને તોડવાનો પ્રયાસ કરાયો છે. એનિમેશન સેન્ટર, કોમ્પ્યુટર ક્લાસિસ પર દરોડામાં પણ અધિકારીઓએ જે છાત્રોના નામ રજિસ્ટર પર નહતા, અને માત્ર તેમની પાસેથી રોકડમાં જ ફી વસૂલાતી હતી તેની વિગતો મેળવી 20 કરોડથી વધુના વ્યહારો શોધી કાઢયા હતા. આ દરોડામાં મહત્વની બાબત એ હતી કે વાલીઓ પણ રોકડમાં જ ચૂકવણી કરવાનું ઇચ્છતા હતા. હાલ સરકાર જે બિલ માંગો અને ઇનામ મેળવો જે યોજના લાવી છે
તે પાછળના કારણ આવા દરોડામાં બહાર આવેલી વિગતો છે. ડોકટરો દ્વારા દર્દીઓ પાસે રોકડમાં જ ઉઘરાણી કરાતી હતી. દર્દીઓ પણ રોકડમા જ રૂપિયા આપવાનું ઉચિત માનતા હોય એવી માહિતી સામે આવી હતી. તમાકુના વેપારીઓને ત્યાં રોકડના વ્યવહાર સામે આવ્યા છે.