News Updates
INTERNATIONAL

ધમકીભર્યો મળ્યો ઈ-મેઈલ, 7 એરપોર્ટ ખાલી કરાવાયા

Spread the love

આતંકવાદી હુમલાની ધમકી પછી ફ્રાન્સના સાત એરપોર્ટને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યા હતા.. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પેરિસ પાસે લિલિ, લ્યોન, નેન્ટેસ, નીસ, ટૂલૂઝ, બ્યુવૈસ અને સ્ટ્રાસબર્ગ એરપોર્ટના અધિકારીઓને વ્યાપક સત્તા આપવામાં આવી છે.આ અધિકારીઓને કોઈપણ જોખમનો સામનો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પૂર્વી ફ્રાન્સમાં સ્ટ્રાસબર્ગ એરપોર્ટના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે ‘ધમકીભર્યા ઈમેલ’ને પગલે સ્થળ ખાલી કરવામાં આવી રહ્યું છે.

લેમોન્ડે-એએફપીના અહેવાલ મુજબ હુમલાની ધમકીવાળા ઈમેઈલ (Threatening email) મળ્યા બાદ બુધવારે (18 ઓક્ટોબર 2023) ફ્રાંસના તમામ એરપોર્ટને (France Airport) ખાલી કરાવવામાં આવ્યા હતા. જેમાં પેરિસ પાસે સ્થિત બ્યૂવૈસ એરપોર્ટ પણ સામેલ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પેરિસ પાસે લિલિ, લ્યોન, નેન્ટેસ, નીસ, ટૂલૂઝ, બ્યુવૈસ અને સ્ટ્રાસબર્ગ એરપોર્ટના અધિકારીઓને વ્યાપક સત્તા આપવામાં આવી છે. આ અધિકારીઓને કોઈપણ જોખમનો સામનો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પૂર્વી ફ્રાન્સમાં સ્ટ્રાસબર્ગ એરપોર્ટના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે ‘ધમકીભર્યા ઈમેલ’ને પગલે સ્થળ ખાલી કરવામાં આવી રહ્યું છે.

ધમકીભર્યો ઈ-મેઈલ બાદ એરપોર્ટ ખાલી કરાવાયુ

આતંકવાદી હુમલાની ધમકી પછી ફ્રાન્સના સાત એરપોર્ટને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્સેલ્સનો કિલ્લો પણ ખાલી કરાવવામાં આવ્યો હતો. કિલ્લામાં એક પ્રદર્શન ચાલી રહ્યું હતું, જેમાં ફ્રેન્ચ ક્રાંતિ વિશે માહિતી આપવામાં આવી રહી હતી. પ્રદર્શનમાં અનેક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી રહી હતી.

ફ્રાંસ પર ઘણા મોટા આતંકવાદી હુમલા થયા

ફ્રાન્સની પોલીસે કહ્યું કે તેમને શંકાસ્પદ આતંકવાદી હુમલાની માહિતી મળી હતી. આ પછી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને વર્સેલ્સ ફોર્ટને ખાલી કરાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ફ્રાન્સ છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓના નિશાના પર છે.

ફ્રાન્સમાં તાજેતરના વર્ષોમાં અનેક આતંકવાદી હુમલા થયા છે. 2015માં પેરિસમાં થયેલા હુમલામાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા. 2016માં નિસમાં થયેલા હુમલામાં 86 લોકો માર્યા ગયા હતા. ફ્રાન્સની સરકારે આતંકવાદ સામે લડવા માટે અનેક પગલાં લીધાં છે. આમાં સુરક્ષા દળોને મજબૂત કરવા અને ગુપ્ત માહિતીની વહેંચણીનો સમાવેશ થાય છે.


Spread the love

Related posts

કેનેડાથી ન્યુયોર્ક જતી ફ્લાઈટના કોકપીટમાં આગ:ટેકઓફની થોડીવાર બાદ યુ-ટર્ન, ઘટનાના 18 દિવસ બાદ પાયલટનો ઓડિયો વાયરલ થયો

Team News Updates

ઇઝરાયલ-હમાસ યુદ્ધ 7 દિવસ પછી ફરી શરૂ થયું:ઇઝરાયલી શહેરો પર ઇસ્લામિક જેહાદનો હુમલો, 2 હાઈવે બંધ; 3 કલાકમાં 32નાં મોત

Team News Updates

રશિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બનાવશે ચંદ્ર પર:2035 સુધીમાં જોડાવાનું લક્ષ્ય,તેનાથી મૂન મિશનમાં મદદ મળશે,ભારત-ચીનની સામેલ થવાની ઇચ્છા

Team News Updates