News Updates
AHMEDABAD

લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત, પોલીસની લેવી પડશે પરવાનગી

Spread the love

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તો પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. પોલીસ શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી આપી શકશે.

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ (Noise pollution) વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર (Loud speaker) વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તો પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. પોલીસ શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા મંજૂરી આપી શકશે.

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાંકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સિસ્ટમ ભાડે આપી શકાશે નહીં.સાથે જ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં.

જાહેરનામા પ્રમાણે એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગીતોનો માઈક સિસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહીં.

શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી આધારે ઉપરોકત પ્રતિબંધ માંથી છુટછાટ રહેશે. ચોક્કસ ડેસીબલ સુધીના ધ્વનિ પ્રમાણેના લાઉડ સ્પીકરને જ મંજૂરી આપવાનો નિયમ છે. આ નિયમ છતાય સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકર બેફામ વાગી રહ્યા હોવાની રજૂઆતહતી. ત્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ આવા ગુના નોંધવાની જોગવાઈ કરાઈ હોવાની પોલીસે કબુલાત કરી છે.

કલમ 188માં આવેલા સુધારા બાદ હવે જાહેરનામા ભંગ બદલ હવે સીધી એફઆઇઆર પર કોર્ટ કાર્યવાહી થઈ શકશે. જાહેર રસ્તા કે અન્ય સ્થળે ડીજે ટ્રક કે વાજિંત્રોના ઉપયોગ માટે સાત દિવસ અગાઉથી પરવાનગી લેવાની રહેશે. સક્ષમ પોલીસ અમલદાર ગમે તે સમયે આ પરવાનગી જોવા માગે તો તેને બતાવવી પડશે. રાત્રિના 10:00 કલાકથી સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે ટ્રક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.


Spread the love

Related posts

GTUના કુલપતિને અધ્યાપકોની રજૂઆત:એકેડેમિક કેલેન્ડર મુજબ સમયસર પરીક્ષા લેવા અને ઈ-એસેસમેન્ટના સોફ્ટવેરનો પ્રશ્ન ઉકેલવા માગ

Team News Updates

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:અમરેલી, જામનગર, વલસાડ, ભચાઉમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હાઇવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન

Team News Updates

Ahmedabad:જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી,બાળકો કૃષ્ણ-રાધાના રંગે રંગાયા,મણીનગરની દિવાન બલ્લુભાઈ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં

Team News Updates