News Updates
SURAT

હત્યાનો આરોપી 24 વર્ષે ઝડપાયો:મિત્રએ નજીવી વાતે સંચા મશીનના ફટકા મારી યુવકની હત્યા કરી, 1999માં પાંડેસરાની મિલના ગુનાના આરોપીની ધરપકડ

Spread the love

સુરતના પાંડેસરા બમરોલી રોડ પર યુવકની હત્યા કરનાર આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે, આરોપી 24 વર્ષથી નાસતો ફરતો હતો અને આખરે 24 વર્ષ બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીએ સાથે મિલમાં કામ કરતા કારીગર સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો.જેની અદાવત રાખી માથામાં સંચા મશીનનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.

નાસતાફરતા આરોપીને પકડ્યો
સુરતમાં પાંડેસરા પોલીસની ટીમે વર્ષ 1999માં પાંડેસરા બમરોલી રોડ પર યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો, આરોપી 24 વર્ષથી નાસતો ફરતો હતો, પોલીસે આરોપી કૈલાશ પ્રસાદ ઉર્ફે કાલિયો રામનીહોર કેવટની ધરપકડ કરી હતી. આરોપી હાલમાં છેલ્લા 6 મહિનાથી પોતાની પેસેન્જર ઓટો રીક્ષા કડોદરા અને કામરેજ સુધી ચલાવતો હતો. હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

1999માં યુવકને માથામાં સંચો જોરથી માર્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે વર્ષ 1999માં પાંડેસરા વિસ્તારમાં આવેલી મિલમાં કામ કરતા આરોપી કૈલાશ ઉર્ફે કાલીયાને મિલમાં સાથે કામ કરતા તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી ગત તા. 15-05-1999ના રોજ બીપીન માધવ મિશ્રા [ઉ.25] તથા રાજુ બલરામ ગુપ્તા અને મુન્ના પ્રસાદ દેવમુની પ્રસાદ પાંડેસરા ગણેશનગર દયાનંદ સ્કુલ પાસેથી ચાલતા પસાર થતા હતા. ત્યારે આરોપી કૈલાશ ઉર્ફે કાલીયા કેવટ અને તેનો મિત્ર બંને હાથમાં સંચા મશીનનો ફટકો લઈને રાજુ બલરામ ગુપ્તાને મારવા દોડ્યા હતા. ત્યારે ત્યાં હાજર બીપીન મિશ્રાએ આરોપી કૈલાશ ઉર્ફે કાલીયાને રોકી તેને સમજાવવા જતા કૈલાશ ઉર્ફે કાલીયાએ રોષે ભરાઈને બીપીન મિશ્રાને માથાના તથા શરીરના ભાગે સંચા મશીનના ફટકા વડે જોરથી મારવા લાગ્યો હતો. ત્યારે બીપીન મિશ્રાને માથાના ભાગેથી લોહી નીકળવા લાગતા તે બેભાન થઇ ગયો હતો.

સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું
દરમિયાન ત્યાં લોકોનું ટોળું એકઠું થતા આરોપી કૈલાશ ઉર્ફે કાલીયા અને તેનો મિત્ર બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બીપીન મિશ્રાને મુન્ના પ્રસાદ દેવમુની પ્રસાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં બીપીન મિશ્રાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો તેમજ આરોપી સામે સીઆરપીસી કલમ 70 મુજબના પકડ વોરંટ પણ ઉશ્યું થયું હતું.

આરોપી કડોદરા ખાતે કામ અર્થે આવતા ઝડપાયો
24 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે આરોપી કૈલાશ પ્રસાદ ઉર્ફે કાલિયો રામનીહોર કેવટ છેલ્લા એકાદ મહિનાથી પોતાના વતન મધ્યપ્રદેશના રીવા જિલ્લાના પોતાના ગામ ખાતે આવી માછીમારનો વેપાર કરે છે, જેથી ગત 16-09-2023 ના રોજ તેના વતન ખાતે પોલીસે એક ટીમ મોકલી હતી. પરંતુ આરોપી મળી આવ્યો ન હતો. દરમિયાન પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સુરતના કડોદરા ખાતે કામ અર્થે આવેલો છે, જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપી કડોદરા ખાતેથી આરોપી કૈલાશ પ્રસાદ ઉર્ફે કાલિયો રામનીહોર કેવટને ઝડપી પાડ્યો હતો.

વતન છોડીને ત્રણેક વર્ષ યુપી રીક્ષા ચલાવતો
પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ગુનો કર્યા બાદ પોતાના વતન ગામ ખાતે રહેવા ચાલ્યો ગયો હતો અને એક અઠવાડિયું રોકાયો હતો. જો કે પોલીસ અવાર નવાર તેની શોધખોળ માટે ત્યાં આવતી હોય આરોપી વતન છોડી ઉતર પ્રદેશના અલ્હાબાદ ખાતે રહેવા ચાલ્યો ગયો હતો. જ્યાં ત્રણેક વર્ષ રહીને રીક્ષા ચલાવતો હતો અને ત્યારબાદ વર્ષ 2005 થી પરત સુરતના કડોદરા ખાતે રહેવા ચાલ્યો આવ્યો હતો અને પોતાના પરિવાર સાથે રહેતો હતો અને કડોદરા ખાતે તાતીથૈયા પાસે ડાઈંગ એન્ડ પ્રિન્ટીગ મિલમાં નોકરી કરતો હતો અને હાલમાં છેલ્લા 6 મહિનાથી પોતાની પેસેન્જર ઓટો રીક્ષા કડોદરા અને કામરેજ સુધી ચલાવતો હતો. હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

Surat:કોઈએ ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી કપડાંના ડૂચા, રેતી, સિમેન્ટ ભરી લાશ ફેંકી દીધી, કટરથી કાપતા યુવતીની ડેડબોડી મળી

Team News Updates

ગુજરાતમાં એક જ દિવસમાં વલસાડ અને સુરતમાં થઈ બે હત્યા, પોલીસે બંને ઘટનાના આરોપીઓને ઝડપી લીધા

Team News Updates

19 વર્ષ બાદ પિતાનું દીકરી સાથે પુનર્મિલન રાંદેર પોલીસના પ્રયાસથી:છ માસની દીકરી અને પત્નીને એકલા મૂકીને યુવત જતો રહ્યો હતો,પારિવારિક ઝઘડાના કારણે 2004માં

Team News Updates