સુરત શહેરના પાલ અડાજણને જોડતા બ્રિજ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા વિવિધ ઓપરેશનની પેઈન્ટિંગ દોરવામાં આવી છે, સુરત મહાનગરપાલિકાના આ કાર્યને ખુબ સારૂ કાર્ય કર્યું હોવાનું લોકોનું કહેવું છે.
સુરત શહેરને ખૂબસૂરત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક બ્રીજ વિવિધ પેઇન્ટિંગ કરીને નવું રંગ રૂપ આપી રહ્યા છે.
આ ઝુંબેશમાં સુરત મહાનગરપાલિકા પાલ અડાજણને જોડતો કેબલ બ્રિજના સાઈડના ભાગ પર ઇન્ડિયન આર્મીના પેઈન્ટિંગ કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન આર્મીના સૈનિક આર્મીની ટોપ આર્મીના હેલિકોપ્ટર આર્મીની બોટ આર્મીના પ્લેન પેન્ડિંગ કરવામાં આવી છે.
લોકો પણ બ્રિજ પાસેથી જતા આર્મીની પેઇન્ટિંગ જોઈને ખૂબ આનંદ અનુભવે છે ઇન્ડિયન આર્મીની કામગીરીથી દેશના લોકોમાં ખૂબ આર્મી પ્રત્યે ગૌરવ છે. ઇન્ડિયન આર્મી એ સર્જીકલ સ્ટ્રાઈક તેમજ અનેક ઓપરેશનો ખૂબ સારી કામગીરી કરી છે
સુરતમાં અલગ અલગ બ્રિજ પર અનેક પ્રકારની પેઇન્ટિંગ કરી છે, પરંતુ આ બ્રિજ પર ઇન્ડિયન આર્મીની પેઈન્ટિંગ કરાવી સુરત મહાનગરપાલિકાએ ખૂબ સારું કામ કર્યું હોવાનું લોકોનું કહેવું છે.