સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને વડાલી સહિતના અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટામેટાનુ વાવેતર થતુ હોય છે. ઈડરના સાબલવાડ વિસ્તારમાંથી ટામેટાં પાકિસ્તાન થઈને અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા. હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ગુણવત્તાસભર ટામેટાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આ તમામ ખેડૂતોને માટે હાલમાં કપરા દિવસો સમાન દિવસો પસાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
હજુ થોડાક સમય અગાઉ જ ટામેટાના ભાવે ગૃહિણીઓને પરેશાન કરી દીધા હતા. હવે આ જ ટામેટાથી ખેડૂતો પરેશાન બની ગયા છે. ટામેટાના ભાવ હાલમાં તળીયે હોવાને લઈ હવે ખેડૂતોને વાવેતર ખર્ચ પણ નિકાળવો મુશ્કેલ થઈ રહ્યો છે. ટામેટા હાલમા માંડ 2 રુપિયાએ કિલો વેચાઈ રહ્યા છે. જેને લઈ હવે ટામેટા ઉત્પાદન કરનારા ખેડૂતોને માટે મુશ્કેલીઓ સર્જાઈ ગઈ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને વડાલી સહિતના અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટામેટાનુ વાવેતર થતુ હોય છે. ઈડરના સાબલવાડ વિસ્તારમાંથી ટામેટાં પાકિસ્તાન થઈને અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા. હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ગુણવત્તાસભર ટામેટાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ આ તમામ ખેડૂતોને માટે હાલમાં કપરા દિવસો સમાન દિવસો પસાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
200 ના કિલો ટામેટા 2 રુપિયાના ભાવે
થોડાક દિવસો અગાઉ જ જે ટામેટા 200 રુપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. એ જ ટામેટા હવે માત્ર 2 રુપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેને લઈ હવે ખેડૂતોની સ્થિતિ વિકટ બની ગઈ છે. ટામેટાનો ભાવ પ્રતિકિલો 2 રુપિયાની આસપાસ થવાને લઈ ખેડૂતોએ મોટા નુક્સાન સાથે બજારમાં વેચાણ કરવુ પડી રહ્યુ છે. બજારમાં ટામેટાને પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડી રહ્યો હોવાનો રોષ હિંમતનગરના નવાનગર વિસ્તારના ખેડૂતો ધર્મેશ પટેલ અને નિલેશ પટેલ નિકાળી રહ્યા છે.
નવાનગર વિસ્તારના અગ્રણી ખેડૂત મહેશ પટેલે કહ્યુ હતુ કે, વિસ્તારમાં 200 વીઘા કરતા વધારે જમીનમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે. એક વીધામાં ટામેટાની ખેતી કરવાનો ખર્ચ 1 લાખ રુપિયા જેટલો થતો હોય છે. આમ એક લાખ ખર્ચ કર્યા બાદ હવે ઉત્પાદન તો નજર લાગે એવુ ગુણવત્તાસભર થઈ રહ્યુ છે, પરંતુ પાકની હાલમાં કોઈ જ કિંમત નથી. ખેડૂત રોષ દાખવતા કહી રહ્યા છે કે, અમે 300 રુપિયા શ્રમિક દીઠ ટામેટાને પાકને છોડ પરથી ઉતારવાની ચૂકવીએ છે. આમ આ મજૂરી ખર્ચ પણ હાલમાં નિકળી રહ્યો નથી.
ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નથી નિકળી રહ્યો
આગળ વાત કરતા સ્થાનિક ખેડૂત જણાવી રહ્યા છે કે, હાલમાં જે ભાવ ટામેટાનો બજારમાં મળી રહ્યો છે, એ ખર્ચ સામે ખૂબ જ નુક્સાન ભર્યો છે. ખેતરથી બજારમાં ટામેટા વેચવા જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ પ્રતિ મણ દીઠ પાંચ થી 20 રુપિયા મળી રહ્યો છે. આમ આવી સ્થિતિમાં ટામેટા બજારમાં વેચવા જવા કરતા પશુઓને ખવરાવી દેવા મજબૂર કરી દઈ રહ્યા છે.