સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી ઉપર સ્થિત છે.ઉત્તરપૂર્વ બાંગ્લાદેશમાં ચક્રવાતનું પરિભ્રમણ યથાવત છે.અન્ય ચક્રવાતનું પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે.
હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી ઉપર સ્થિત છે.ઉત્તરપૂર્વ બાંગ્લાદેશમાં ચક્રવાતનું પરિભ્રમણ યથાવત છે.અન્ય ચક્રવાતનું પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે.
ચક્રવાતનું પરિભ્રમણ મરાઠવાડા અને તેની નજીકના પશ્ચિમ વિદર્ભ પર છે અને દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.વિદર્ભ અને મરાઠવાડા પર ચક્રવાતી પરિભ્રમણ દ્વારા એક ટ્રફ છત્તીસગઢથી દક્ષિણ કેરળ સુધી વિસ્તરે છે.દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.26 એપ્રિલથી પશ્ચિમ હિમાલયના વિસ્તારની નજીક એક તાજી પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે.
- આગામી 24 કલાક દરમિયાન પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
- અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની શક્યતા છે.
- પશ્ચિમ હિમાલય પર હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા હિમવર્ષા શક્ય છે.
- ઓડિશા, છત્તીસગઢ, મરાઠવાડા, વિદર્ભ, કર્ણાટકના ભાગો, કેરળ અને લક્ષદ્વીપમાં છૂટાછવાયા વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
- બેંગ્લોર, મહારાષ્ટ્ર અને ઓડિશાના કેટલાક ભાગમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.
- મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પરંતુ ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ બાદ ગરમીનું તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરી છે.
- છેલ્લા 24 કલાક દરમિયાન, પૂર્વ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, છત્તીસગઢના ભાગો, પૂર્વ મધ્યપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો.
- ઝારખંડ, ઓડિશા, વિદર્ભ, દક્ષિણ મધ્ય પ્રદેશ, કેરળ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પંજાબ અને રાજસ્થાન, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં એક કે બે સ્થળોએ હળવો વરસાદ પડ્યો.
- ગંગાના પશ્ચિમ બંગાળના ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાઈ છે.
- ઓડિશા અને તમિલનાડુના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવ આવી હતી.