News Updates
GUJARAT

લાખોનો માલસામાન બળીને ખાખ,MGVCLની બેદરકારીથી આગ લાગી હોવાનો આક્ષેપ;પેકેજીંગ કંપનીમાં આગ

Spread the love

આણંદ તાલુકાના મોગરી-ગાના રોડ પર આવેલ એક પેકેજીંગ કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગને કાબુમાં લેવા માટે આણંદ અને વિદ્યાનગરના ફાયર બ્રિગેડના ચાર ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી. પરંતુ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો છે. આ આગ MGVCL ની બેદરકારીને કારણે લાગી હોવાનો આક્ષેપ કંપનીના માલિકે કર્યો છે.

આણંદ તાલુકાના મોગરી-ગાના રોડ પર મફતપુરા ગામની સીમમાં સનરાઈઝ પેકેજીંગ કંપની આવેલી છે. આ કંપનીમાં ગત રોજ રાત્રીના સમયે એકાએક આગ લાગી હતી. કંપનીમાં કાગળ, પુઠા સહિતનો માલસામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. જોતજોતામાં આ આગ વિકરાળ બની હતી. આ આગની ઘટના અંગેની જાણ થતાં આણંદ અને વિદ્યાનગર ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ચાર ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી હતી અને સતત દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, કંપનીમાંનો મોટા ભાગનો માલસામાન તેમજ એક ટેમ્પી બળીને ખાખ થવાથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

આ અંગે સનરાઈઝ પેકેજીંગ કંપનીના માલિક નરેશ બાબુભાઈ શાહ જણાવે છે કે, મારી કંપની ઉપરથી GEB ના વાયરો પસાર થાય છે. આ વાયરો બાબતે મેં GEB માં ચારથી પાંચ વખત ફરીયાદ આપી છે. જ્યારે-જ્યારે ફરીયાદ આપીએ ત્યારે માણસો આવીને વાયર બદલી જતાં હતાં. પરંતુ, આ વખતે કામ બરાબર કર્યું નહીં હોય એટલે વાયરમાંથી તણખાં મારી ટેમ્પી ઉપર પડ્યાં અને આ આગ લાગી.


Spread the love

Related posts

Gujarat:અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી,નવરાત્રીમાં મેઘરાજા બનશે વિલન 

Team News Updates

746 લોકોના થયા હતા મોત,ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત

Team News Updates

DWARKA:અનંત પ્રેમની અધ્યાત્મ યાત્રા;શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ,પાંચ રાજ્યના 200થી વધુ કલાકારોએ મનમોહક કૃતિઓ રજૂ કરી

Team News Updates