News Updates
GUJARAT

BHARUCH:ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર,જંબુસરના વેડચ ગામ નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત

Spread the love

ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.

ભરૂચના જંબુસર નજીક અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.ત્યારે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.જંબુસરના વેડચ ગામ નજીકથી પસાર થતાં બાઈક ચાલકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક માર્ગ પર પટકાતા તેનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ તરફ અકસ્માતસર્જી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ વેડચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

આ વર્ષે વિક્રમજનક 15 લાખ મેટ્રિક ટન મીઠું પાક્યું, સરેરાશ કરતાં 5 લાખ મેટ્રિક ટન વધારે આવક

Team News Updates

Bahucharaji: મોટા ભાગનો સામાન બળીને ખાખ,ભંગારના ગોડાઉનમાં લાગી આગ બહુચરાજીમાં 

Team News Updates

મિક્સ્ચરમાં પાણી, મિલ્ક-પાઉડર અને વનસ્પતિ તેલને મિક્સ કરી દૂધ બનાવતો; ડેરીમાં ભરતો

Team News Updates