News Updates
GUJARAT

આ વર્ષે વિક્રમજનક 15 લાખ મેટ્રિક ટન મીઠું પાક્યું, સરેરાશ કરતાં 5 લાખ મેટ્રિક ટન વધારે આવક

Spread the love

ભારતના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું એક માત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35 % મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડાના રણમાં પાકે છે. તેમાંથી એક માત્ર ખારાઘોઢા ભારત દેશમાં, ખારાઘોઢામાં મીઠાની ઢામાં આ વર્ષે અત્યાર સુધીમાં અધધ 15 લાખ મેટ્રિક ટન મીઠાની વિક્રમજનક આવક નોંધાઈ છે. સામાન્ય રીતે 10થી 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે પરંતુ આ વર્ષે મીઠાઉદ્યોગમાં તેજીના તોખાર વચ્ચે બમ્પર ઉત્પાદન નોંધાયું છે.

દેશ અને ગુજરાતમાં મીઠા ઉદ્યોગ

  • ભારતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 135 લાખ મેટ્રિક ટન
  • ગુજરાતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 97.20 લાખ મેટ્રિક ટન
  • ગુજરાતમાં મીઠાના કુલ એકમ : 591
  • ગુજરાતમાં મીઠાઉદ્યોગથી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી : 1,51,000
  • ખારાઘોઢામાં મીઠાની નવી આવક : 15 લાખ મેટ્રિક ટન

Spread the love

Related posts

ત્રણ રેલ કોરિડોર થશે શરૂ, માલ-પરિવહન પ્રોજેક્ટનો વિકાસ થશે

Team News Updates

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ જાગૃતિ રેલી યોજાઈ

Team News Updates

ભક્તો શિવભક્તીમાં તરબોળ:ડીસાના આસેડા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લોકગાયક વિજય સુવાળા અને દેવપગલીએ ધૂમ માચવી, ભક્તોએ કલાકારો પર ચલણી નોટો વરસાવી

Team News Updates