News Updates
GUJARAT

41.80 લાખની વીજચોરી ઝડપી પાડી જામનગર અને જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી

Spread the love

જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. રૂપિયા બે કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં આવી છે. તેમજ સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ ચાલુ રખાયું હતું, અને વધુ 41.80 લાખની વીજચોરી પકડી લેવાઈ છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા સતત ચોથા દિવસે વીજ ચેકિંગ ચાલુ રખાયું હતું. જામનગર શહેરના જલારામ ઝુપડપટ્ટી, લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાની જાર, માંડવી ટાવર સહિતના શહેરના એરિયામાં ચેકિંગ ચાલુ રખાયું હતું. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રખાઈ હતી. જેમાં કુલ 37 જેટલી વીજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 12 નિવૃત આર્મીમેન અને 21 લોકલ પોલીસમેનને મદદમાં જોડવામાં આવ્યાં હતા.

સમગ્ર દિવસ દરમિયાન કુલ 385 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 68 વીજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 41.80 લાખના વીજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર 4 દિવસ દરમિયાન રૂપિયા 2.15 કરોડથી વધુની વીજચોરી ઝડપી લેવામાં આવી છે.


Spread the love

Related posts

સપ્ટેમ્બરમાં ફરવા જવાનું કરો છો આયોજન, તો આ સ્થળોની લઈ શકો મુલાકાત

Team News Updates

શિખામણ રાવણને અંગદની: પાપી વ્યક્તિને જીવનમાં સુખ નથી મળતું અને કંજૂસ, મૂર્ખ, ક્રોધી, ભગવાનથી વિમુખ, નિંદા કરનાર

Team News Updates

ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણનાં ઓન ધ સ્પોટ મોત; ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટથી આખે આખી ટ્રક જ સળગી ગઈ

Team News Updates