News Updates
GUJARAT

વરદી ફાડી નાખી કપલે કોન્સ્ટેબલની : અમદાવાદના બે દંપતી સામે ફરિયાદ;શામળાજીમાં ઝઘડો કરી રહેલા બે કારચાલકને સમજાવવા જતાં કોન્સ્ટેબલ પર હુમલો

Spread the love

અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી વરદી ફાડી નાખી હતી. જ્યાં બેફામ બનેલી એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલા લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મીના પગે ફ્રેક્ચર થયું હતું જ્યારે અન્ય પોલીસકર્મીની વરદી ફાડી નાખી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી. પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે જીવલેણ હુમલો કરતા શામળાજી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી બે પુરુષ અને બે મહિલાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટબલ અન્ય પોલીસકર્મીઓ સાથે ધુળેટીની રાત્રે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા. ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તલાસી લેતા અંદર બે કપલ બેઠા હતા. જેથી તલાસી દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલા બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝઘડો કર્યો હતો. જેથી ભયભીત કપલને અંદર પોલીસ ચોકીમાં બેસવા જણાવતા બ્રેઝા કારમાં રહેલા બે પુરૂષ અને બે મહિલાઓ ઝઘડો કરવા લાગતા જયરાજસિંહ સહિત અન્ય પોલીસે બંને કપલને સમજાવવા જતા બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીઓની ફેટ પકડી લઇ વર્ધી ફાડી નાખી હતી. તેમજ પોલીસને કેમ વીડિયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ જયરાજસિંહ પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા પગે ફ્રેક્ચર થયું હતું. ત્યારે શિવાનીબા સહદેવસિંહ ઝાલાએ ગડદા-પાટુનો માર મારી બંને કપલ પર જીવલેણ હુમલો કર્યો હતો.

શામળાજી પોલીસે કોન્સ્ટેબલ જયરાજસિંહ લાલસિંહની ફરિયાદના આધારે સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા, શિવાનીબા સહદેવસિંહ જાડેજા, અર્જુનસિંહ કનકસિંહ ઝાલા અને પ્રીતિબા અર્જુનસિંહ ઝાલા (ચારે રહે,બી/4 પાયલ ફ્લેટ જજીસ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર-અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Spread the love

Related posts

100 વર્ષ બાદ હોળી પર થવા જઇ રહ્યુ છે ચંદ્રગ્રહણ, શું હોલિકા દહન નહીં થઇ શકે ?

Team News Updates

Windmill:એક પાખીયાની લંબાઈ છે 80 મીટર,ગુજરાતમાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા મોટી પવનચક્કી

Team News Updates

સાંભળો, RANGE IG સાહેબ/ કમરકોટડાની સીમમાં ઝડપાયેલ જુગારધામથી PSI સસ્પેન્ડ થઇ શકે તો,માણેકવાડાની રેડથી LCB-SOGને પુરસ્કાર કેમ?

Team News Updates