News Updates
AHMEDABAD

વર્લ્ડ કપની મેચ જોવા જાવ છો તો હવે પાર્કિંગ માટે નહીં જવું પડે દૂર, સ્ટેડિયમની આસપાસ જ કરાઈ પાર્કિંગની વ્યવસ્થા

Spread the love

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વર્લ્ડ કપ મેચ રમાવા જઈ રહી છે. તેમાં પણ ભારત અને પાકિસ્તાન મેચને લઈને ટિકિટ, હોટલ, એરફેર પણ ફૂલ થઈ ગયા છે. તેના પરથી અંદાજ લગાવી શકાય કે લોકો મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. તેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે. તેમજ પાર્કિંગની પણ સમસ્યા સર્જાઇ શકે છે. આ બાબત પર આ વખતે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

 અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચને લઈને પૂરજોશ તૈયારી ચાલી રહી છે. ક્રિકેટ રસિકોમાં પણ મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવશે અને તેના કારણે સ્ટેડિયમ પાસે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાય છે. જે સમસ્યા ન બને તેના માટે દર વખતની જેમ આ વખતે પણ પાર્કિંગને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તે પાર્કિંગ માટે લોકોએ વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. તેમજ ટ્રાફિક ન સર્જાય તેને લઈને પણ ધ્યાન અપાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વર્લ્ડ કપ મેચ રમાવા જઈ રહી છે. તેમાં પણ ભારત અને પાકિસ્તાન મેચને લઈને ટિકિટ, હોટલ, એરફેર પણ ફૂલ થઈ ગયા છે. તેના પરથી અંદાજ લગાવી શકાય કે લોકો મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. તેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે. તેમજ પાર્કિંગની પણ સમસ્યા સર્જાઈ શકે છે. આ બાબત પર આ વખતે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને ક્રિકેટ રસિકોને હાલાકી ન પડે તે પ્રકારે આયોજન કરાયું છે.

પાર્કિંગ સંચાલન કરનાર કંપનીએ શો માય એપ્લિકેશન દ્વારા આ વખતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કંપની દ્વારા સ્ટેડિયમના 2 કિમીના અંતરમાં 15 પ્લોટ પાર્કિંગ માટે રખાયા છે. જ્યાં 15 હજાર ટુ વ્હીલર અને 7 હજારથી વધુ ફોર વ્હીલર પાર્ક થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. જોકે આ વખતે પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે. પહેલા ટુ વ્હીલર પાર્કિંગનો ચાર્જ 50 હતો તે 100 રૂપિયા કરાયો છે.

જ્યારે ફોર વ્હીલરમાં પાર્કિંગનો ચાર્જ 200 હતો તે 250 રૂપિયા કરાયો છે. જેની સાથે GST પણ ચૂકવવાનો રહેશે. અને તે તમામ પ્રક્રિયા શો માય એપ્લિકેશનમાં ઓનલાઈન પાર્કિંગ બુક કરવાનું રહેશે. આ વખતે જે ગેટમાંથી એન્ટ્રી લેવાની છે. તે ગેટ પાસેના પ્લોટમાં પાર્કિંગ કરી શકશે તેવી સુવિધા રખાઈ છે.

કઈ રીતે પાર્કિંગ બુક કરાવી શકાશે

ક્રિકેટ રસિકોએ શો માય એપ્લિકેશન પર જઈ ડેસ્ક બોર્ડ પર વર્લ્ડ કપ 2023 સિલેક્ટ કરવાનું રહેશે, બાદમાં મેચ, ત્યાર બાદ તારીખ અને ટાઈમ બાદ વાહન સિલેક્ટ કરવાનું રહેશે અને ક્યા ગેટથી એન્ટ્રી છે તે સિલકેટ કરતા ગેટ પાસે પાર્કિંગ બુક થશે. ત્યાર બાદ કન્ફર્મેશન આવશે. બાદમાં પેમેન્ટ કરવાનું રહેશે. ડેસ્ક પર પાર્કિંગ હિસ્ટ્રીમાં પાર્કિંગ જોઈ શકશો અને નેવિગેશન આધારે પાર્કિંગ સુધી પહોંચી શકશો.

14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન મેચને લઈને મોટી સંખ્યામાં દર્શકો આવશે. જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 20 જેટલા ટોઇનના વાહનો જે આડેધડ પાર્કિગ કરેલ વાહનોને ઉપાડશે તેમજ પાર્કિંગ પ્લોટ ખાતે પણ પોલીસ બંદોબસ્ત રહેશે. જે પાર્કિંગ વ્યવસ્થામાં મદદરૂપ બનશે. તેમજ ખાનગી કંપનીના 400 જેટલા વોલેન્ટિયર પણ કામમાં લગાવાશે. સ્ટેડિયમ પાસેના ઘરો નજીક કોઈ પાર્કિંગ ન કરે તેનું પણ ધ્યાન આપવામાં આવશે. તેથી ક્યાંય પણ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ન રહે.

ટુ વ્હીલર પાર્કિંગ

ટુ વ્હીલરના પાર્કિંગ માટે સ્ટેડિયમના ગેટ નંબર એકની સામે સંગાથ IPL પ્લોટ, ગેટ નંબર એક પાસે ભરવાડ પ્લોટ, રેલવે કોલોની પ્લે ગ્રાઉન્ડ અને સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ કરી શકાશે.

ફોર વ્હીલર પાર્કિંગ

જ્યારે ફોર વ્હીલર માટે અગ્રવાલ પ્લોટ, લક્ષ્મી નર્સરી ગણેશ હાઉસિંગ પ્લોટ, સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડ સામેનો પ્લોટ, વિશ્વકર્મા સર્કલ પાસેનો પ્લોટ, વિહાન હાઈટ્સ પાસેનો પ્લોટ, ખોડીયાર ટી ચાર રસ્તા પાસે 2 પ્લોટ, નર નારાયણ પાર્ટી પ્લોટ, રિવર સાઈડ પાર્ટ પાસેનો પ્લોટ અને વીઆઈપી પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.


Spread the love

Related posts

ચીનમાં ફેલાયેલા રોગ સામે લડવા ભારત સજ્જ:આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે, ભારતમાં આવે તેવું લાગતું નથી, લોકોએ ડરવાની જરૂર નથી: ઋષિકેશ પટેલ

Team News Updates

ડ્રાઈવરને મહામુસીબતે બહાર કાઢ્યો, બેને ઈજા,ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારી

Team News Updates

Ahmedabad:અદભુત શણગાર કરવામાં આવ્યા ભગવાનને ચંદન અને પુષ્પના, ભગવાનને ઠંડકનો અનુભવ અસહ્ય ગરમીમાં  શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર

Team News Updates