News Updates
ENTERTAINMENT

સાત મહિના બાદ ફરી જામશે ક્રિકેટ જંગ:વર્લ્ડકપ પહેલાં રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે રમશે વનડે ફાઈનલ, SCA દ્વારા બેટિંગ પીચ તૈયાર કરાઈ

Spread the love

રાજકોટમાં સાત મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ કારણ કે ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. આ પછી વર્લ્ડકપની શરૂઆત થશે એટલે કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઇનલ મેચ બન્ને ખેલાડીઓ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. વાતાવરણને અનુરૂપ વિકેટ બનાવવામાં આવી રહી છે અને પ્રેક્ષકોને પુરે પૂરો આનંદ માણી શકે તે મુજબ આયોજન કરવામાં આવ્યું છે. હાઈસ્કોરિંગ મેચ બની રહે તે મુજબ પીચ પણ તૈયાર કરી દેવામાં આવી છે.

27 સપ્ટે. ખંઢેરી સ્ટેડિયમમાં IND vs AUS મેચ
BCCI દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ ઓસ્ટ્રેલિયાની ટિમ ભારતના પ્રવાસે આવી છે અને તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે અને 5 ટી-20 મેચ રમાનાર છે. જે પૈકી વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ 27 સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરી તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તમામ તૈયારીઓ પૂર જોશમાં કરવામાં આવી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહએ જણાવ્યું હતું કે, અમારા દ્વારા તમામ તૈયારીઓ પૂર જોશમાં કરવામાં આવી રહી છે. પીચ પણ તૈયાર કરી દેવામાં આવી છે. વરસાદની આગાહી છે પરંતુ આ બધી શક્યતા અને વાતાવરણને ધ્યાનમાં રાખી પીચ તૈયાર કરવામાં આવી છે. મેચ જોવા આવતા તમામ ક્રિકેટ રસિકો અને પ્રેક્ષકોને ફાઈન વિકેટ અને ટોપ ક્રિકેટ જોવા મળશે. આ મેચ બન્ને ટિમો માટે અગત્યનો છે કારણ કે આના પછી વર્લ્ડકપ શરૂ થવાનો છે માટે સારી પ્રેક્ટિસ પણ થશે અને આ પીચ પહેલેથી બેટિંગ પીચ છે માટે લગભગ 300 આસપાસ સ્કોર જરૂર જોવા મળશે.

17 સપ્ટેમ્બરથી ઓનલાઇન ટિકિટનું વહેચાણ શરૂ
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ વખતે 17 સપ્ટેમ્બરથી ઓનલાઇન ટિકિટનું વહેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટિકિટના દર 1500થી લઇ 10,000 સુધીના છે. આમાં પણ ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સાત મહિના પહેલાં ટી-20 મેચની ટિકિટનો દર રૂપિયા 1000 હતો. આ વખતે વનડે મેચ છે અને ફૂલ ડે લોકો મેચ એન્જોય કરી શકશે માટે ટિકિટનો ભાવ 1500થી 10,000 સુધી રાખવા નક્કી કરવામાં આવ્યું છે.

અગાઉ AUSને હરાવી શાનદાર જીત મેળવી હતી
રાજકોટ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અગાઉ 17 જાન્યુઆરી 2020ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 340 રન બનાવ્યા હતા. જેની સામે 49.1 ઓવરમાં 304 રને ઓસ્ટ્રેલિયા ટીમને ભારતીય બોલરોએ ઓલઆઉટ કરી પેવેલિયન તરફ ધકેલી શાનદાર જીત મેળવી હતી. જેમાં શિખર ધવન, કે.એલ.રાહુલ અને વિરાટ કોહલીએ મેદાનમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી પ્રેક્ષકોને જમાવટ કરાવી દીધી હતી. એ જ રીતે આ વખતે પણ બન્ને ટીમના મળી 600 આસપાસ સ્કોર થાય તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.


Spread the love

Related posts

અરશદ-સંજય દત્તની જોડી ફરી જોવા મળશે:અક્ષય કુમાર ફરી કરશે ‘વેલકમ’, અરશદ વારસીએ કહ્યું, ‘વેલકમ 3 તમે વિચારો છો તેના કરતાં મોટી હશે’

Team News Updates

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાઈ શકે:આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, હોસ્ટિંગ માટે 12 શહેરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે

Team News Updates

ગૌરીએ શાહરૂખને નાઈટ પર્સન કહ્યો:કહ્યું,’અમારા ઘરમાં બધા અડધી રાત સુધી જાગતા હોય છે, હું પોતે સવારે 10 વાગ્યે જાગું છું’

Team News Updates