News Updates
VADODARA

Vadodara:પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખૂલ્યું,પરિવારનો કયો સભ્ય વેરી?વડોદરામાં સસરા-પુત્રવધૂનાં મોત, પિતા-પુત્ર ગંભીર,શું કામ વિખેરાયો પરિવાર?

Spread the love

વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનાં રહસ્યમય રીતે મોત નીપજ્યાં છે, જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખૂલ્યું છે. હવે શેરડીના રસમાં ઝેર કોણે ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે. મૃતક સસરા અને પુત્રવધૂના પરિવારના મોભીએ પોલીસ જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ પછી પરિવારના મોભીએ ઝેર પી લેતાં તેમને પણ સારવાર માટે ખસેડાયા છે. હાલ પિતા-પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

આ અંગે મકરપુરા પોલીસ મથકના પીઆઈ જે.એન. પરમારે જણાવ્યું હતું કે આ બાબતે અમને ગત રાત્રે સયાજી હોસ્પિટલમાંથી વરદી મળી હતી. એ દરમિયાન પોલીસ સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી. એ દરમિયાન તેના પિતાએ જણાવ્યું હતું કે મારી પત્નીએ મારાં પુત્ર, પત્ની અને પિતાને શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ આપી દીધેલું છે. એ બાદ અમે તપાસ કરતાં તેના પિતાને અમે તેમના ઘરે લઈ ગયા હતા. એ દરમિયાન તેમને અચાનક વોમેટિંગ થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલત હાલ પણ ગંભીર છે. હાલમાં અમને તેના પિતા પર શંકા છે અને અમે આ બાબતે 302 દાખલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.

પ્રાપ્ત વિગત મુજબ, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતાં સોની પરિવારનાં બિંદુબેન સોની અને તેના સસરા મનોહરલાલ સોનીના રહસ્યમય રીતે મોત નીપજ્યાં હતાં. મનોહરલાલના પુત્ર ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વિના જ બન્નેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા, જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

આ અંગે એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે હાલમાં અમે જાણવાજોગ ફરિયાદ લીધી છે, અમને ગત રાત્રે જ વરદી મળી હતી, જેમાં શેરડીના રસમાં પત્નીએ કોઈ પોઇઝન ભેળવ્યું હોવાનું પતિ ચેતનભાઈ જણાવતા હતા, પરંતુ પિતા અને પત્નીના અગ્નિસંસ્કાર પોલીસને જાણ કર્યા વગર કરતાં અને તેમણે પણ ઝેર પી લેતાં ક્રિટિકલ કન્ડિશન છે. તેઓ ભાનમાં આવશે ત્યાર બાદ ખબર પડશે કે હકીકત શું છે.

પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતનભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર જાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા.

શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇટ ભેળવવામાં આવ્યું હતું. પાડોશીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં પાંચ વર્ષથી ભાડે રહેતા હતા, ક્યારેય કોઈ ઝઘડો કે કંઈ સાંભળવા મળ્યું નહોતું.

બિંદુબેનના ભાઈ મનોજકુમાર સોનીએ જણાવ્યું હતું કે રાત્રે આ ઘટના બની હશે. સવારે મારા બનેવીના મિત્રએ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પછી તેમનો ફોન આવ્યો હતો કે તમારી બહેન, તેના સસરા અને તમારા ભાણિયાને હોસ્પિટલમાં દાખલ કર્યાં છે, જેમાં સસરાનું મોત થઈ ગયું છે તો તેની બોડી ખસેડવાનું કહ્યું છે. પહેલા અમને શેરડીનો રસ પીધો હોવાથી ફૂડ-પોઇઝનિંગ થઈ ગયું હોવાની વાત કરી હતી. પરંતુ આ તો ડોક્ટરનો વિષય છે. ચેતનભાઈ મારા બનેવી થાય, તેઓ સાથે ક્યારેય નાણાંને લઈ વાત થઈ નથી. તેમને દેવું હોય એવું તેમણે ક્યારેય કહ્યું નથી. મારા ભાણિયાની સ્થિતિ ગંભીર છે એવું ડોક્ટરનું કહેવું છે.

આકાશના મિત્રએ જણાવ્યું હતું કે આકાશે મને ફોન કર્યો હતો કે મેં તને વ્હોટ્સએપમાં દવા લખીને મોકલી છે એ તું જલદી લઈને આવ, આથી હું દવા લઈને તેમના ઘરે ગયો હતો. ત્યાં આકાશનાં મમ્મી અને દાદાને ખૂબ ઊલટી થતી હતી. આથી મેં બીજા એક મિત્રને કાર લઈને આવ તેવું કહ્યું હતું. આકાશ, તેનાં મમ્મી અને તેના દાદાને કારમાં લઈ જઈ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ આકાશના દાદા અને તેની મમ્મીના મોત નીપજ્યાં હતાં, જ્યારે આકાશની હાલત ગંભીર છે. આકાશનાં મમ્મી અને તેના દાદાના અંતિમસંસ્કાર તેમના પપ્પા ચેતનભાઈએ કર્યાં છે. આકાશના પપ્પા પણ ક્રિટિકલ કન્ડિશન પર છે. ચેતનભાઈએ એવું કબૂલ્યું હતું કે હા, મેં શેરડીના રસમાં પોઇઝન ભેળવીને પરિવારને પિવડાવ્યું હતું. ચેતનભાઈને હાલ કોઈ બિઝનેસ નથી. પહેલા રિંગ મેન્યુફેક્ચરિંગનો ધંધો હતો.
આકાશના પરિવારમાં રૂપિયા બાબતે થોડો પ્રોબ્લેમ હતો.


Spread the love

Related posts

Vadodara:નોકરી પર જઈ રહેલાં વૃદ્ધને કચડી નાખ્યાં,  સિમેન્ટ મિક્સ્ચરે

Team News Updates

એક પૈડાની સાઇકલ પર રચશે 8મો વિશ્વ રેકોર્ડ:વડોદરાના 20 વર્ષીય યુવાને 7 કિ.મી. સવારી કરીને શિવજીનું ચિત્ર કંડાર્યું, 7 વિશ્વ રેકોર્ડ નામે કર્યા

Team News Updates

ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેકથી મોત:અયોધ્યામાં રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્ત ઢળી પડ્યા, સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા

Team News Updates