News Updates
VADODARA

ઉંમર 11 વર્ષ, KBCની કમાણી 25 લાખ:વડોદરાના અત્યુક્તે બિગ બીને કઈ બિમારી વિશે જણાવ્યું, હોટ સીટ પરના વર્ણવ્યા અનુભવો

Spread the love

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી અત્યુક્ત બેહુરે ‘કૌન બનેગા કરોડપતિ’ સિઝન-15માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ બેસીને 25 લાખ રૂપિયા જીત્યો છે. આ માટે પરિવાર અને સ્કૂલ ગર્વ અનુભવે છે. અમિતાભ બચ્ચને એપિસોડ દરમિયાન અત્યુક્તને PNEUMONOULTRAMICROSCOPIC-SILICOVOLCANOCONIO આ બિમારી વિશે જણાવ્યું હતું.

મેં બચ્ચન સાહેબને કોરિયન શિખવ્યું
ન્યૂ એરા સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતો અત્યુક્ત બેહુરેએ જણાવ્યું હતું કે, હું જ્યારે કૌન બનેગા કરોડપતિમાં સિલેક્ટ થયો તે પહેલાથી જ જનરલ નોલેજની ખૂબ તૈયારી કરતો હતો. કેબીસીમાં અનુભવ અંગે મને શબ્દો જ મળતા નથી. મારો ખૂબ સારો અનુભવ રહ્યો, બીગ બીને મળીને ખૂબ સારું લાગ્યું, મેં તેમને કોરિયન શિખવ્યું, મારી માતૃભાષા શીખવી હતી. તેઓએ મારી લાઈક-ડિસલાઇક જાણી હતી.

મારી સાથે સ્પેલિંગ ટેસ્ટ પણ કર્યો હતો
હું ઈન્ટરનેશનલ લેવલે ટોપર રહ્યો હોવાથી તેઓએ મારી સાથે સ્પેલિંગ ટેસ્ટ પણ કર્યો હતો. તેઓએ મને કેટલા શબ્દો પૂછ્યા હતા. તેમની પાસેથી એ શિખવા મળ્યું હતું કે, તમે કેટલા પણ મોટા પણ ન થઈ જાઓ. તમારી સામે જે વ્યક્તિ બેઠી હોય, તેના લેવલના થઈને તમે તેની સાથે વાત કરો. તેઓ મારી સાથે મારા જેવા થઈને જ વાત કરી હતી.

હું જરાય નર્વસ થયો નહોતો
અત્યુક્તે વધુમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચને ખૂબ જ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કર્યું હતું. હું જરાય નર્વસ થયો નહોતો. હું ફુલ્લી કોન્ફીડેન્ટ રહ્યો હતો. તેઓએ પૂછેલા 10માંથી 8 પ્રશ્નના જવાબો મેં સાચા આપ્યા હતા. ભગવાન મને આટલો આગળ લાવ્યા છે. જેથી હું ભગવાનના મંદિરમાં પ્રદાન કરવા માગુ છું. બાકીની રકમ મારા હાયર સ્ટડી માટે રાખવા માગુ છું. મારે ભવિષ્યમાં નેવી ઓફિસર બનવાની ઈચ્છા છે.

સ્કૂલમાંથી પણ ખૂબ મદદ મળી
અત્યુક્તની માતા દિપીકા બેહુરેએ જણાવ્યું હતું કે, અમે ઘરે પણ તૈયારી કરાવતા હતા અને સ્કૂલમાંથી પણ ખૂબ મદદ મળી હતી. મારા દીકરાએ 25 લાખ રૂપિયા જીત્યા છે. અમને તેના ઉપર ખૂબ ગર્વ છે. ન્યુ એરા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ગીતિકા મદન પટેલ ઉત્સાહપૂર્વક જણાવે છે કે, અત્યુકત શાળાનું ગૌરવ છે.

અમે બાળકોને તૈયાર કરાવીએ છીએ
ન્યુ એરા સ્કૂલના પ્રિન્સિપાલ લીનાબેન નાયરે જણાવ્યું હતું કે, અત્યુક્ત ‘કૌન બનેગા કરોડપતિ’માં 25 કરોડ રૂપિયા જીત્યો છે, તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અમે બાળકોને તૈયાર કરાવીએ છીએ તો અત્યુક્તમાં ખૂબ જ પોટેન્શિયલ છે જેને કારણે તે ‘કૌન બનેગા કરોડપતિ’ જેવી મોટી ઇવેન્ટમાં જીત્યો છે.

અત્યુક્ત આંતર શાળાકીય સ્પર્ધાઓમાં પણ વિજેતા
અત્યુક્તના માતા-પિતાને અભિનંદન આપતા તેઓ જણાવે છે કે, ન્યુ એરા શાળા આવા ઉત્સાહી, કર્મશીલ વાલીઓ અને વિદ્યાર્થીઓથી એક પછી એક સન્માન મેળવતી રહી છે. શાળા સમાજમાં આ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. અત્યુક્ત ઘણી આંતર શાળાકીય સ્પર્ધાઓમાં પણ વિજેતા બનતો રહ્યો છે અને શાળાને ગૌરવ અપાવતો રહ્યો છે.


Spread the love

Related posts

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

એક પૈડાની સાઇકલ પર રચશે 8મો વિશ્વ રેકોર્ડ:વડોદરાના 20 વર્ષીય યુવાને 7 કિ.મી. સવારી કરીને શિવજીનું ચિત્ર કંડાર્યું, 7 વિશ્વ રેકોર્ડ નામે કર્યા

Team News Updates

35 હજારની સાયકલ ચોર લઈ ગયો:વડોદરામાં સાયકલ પાર્ક કરી બાળક ટ્યુશનમાં ગયો, પાછળથી ચોર લઈને ફરાર થતો CCTVમાં કેદ થયો

Team News Updates