News Updates
AHMEDABAD

ચીનમાં ફેલાયેલા રોગ સામે લડવા ભારત સજ્જ:આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે, ભારતમાં આવે તેવું લાગતું નથી, લોકોએ ડરવાની જરૂર નથી: ઋષિકેશ પટેલ

Spread the love

ચીને કોરોના લોકડાઉનનાં 3 વર્ષ બાદ તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. એક મહિના પછી એટલે કે ઓક્ટોબરમાં જ અહીં એક રહસ્યમય બીમારી ફેલાવા લાગી છે. ભારે તાવ સાથે ફેફસાં ફૂલાવી દેતી આ બીમારીને કારણે દરરોજ 7000 બાળકો હોસ્પિટલે પહોંચી રહ્યાં છે. આ રોગ ભારતમાં પ્રવેસે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આજરોજ ચીનમાં ફેલાયેલ રહસ્મય બીમારી અંગે આરોગ્યમંત્રીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે, ભારતમાં આવે તેવું નથી લાગી રહ્યું, પરંતુ આવે તો આપણે તેનો સામનો કરવા સજ્જ છીએ.

ભારત સામનો કરવા તૈયાર છેઃ આરોગ્યમંત્રી
ચીનમાં ફેલાયેલ રહસ્મય બીમારી અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે. ત્યાં પણ કોઈ મોત નોંધાયું નથી. ભારતીય સરકાર પણ જાગૃત છે, મનસુખભાઈએ પણ ઘણાબધા દિશા-નિર્દેશ આપ્યાં છે. ગુજરાત સરકાર આ બાબતે પુરી જાગૃત અને કેર લઈ રહી છે. ભારતના નાગરિકોને કોઈ ચિંતા કે ડરવાની જરૂર નથી. કોવિડની અંદર આખું વિશ્વ હચમચી ગયું હતું, ત્યારે પણ આપણે સૌથી વધુ વસ્તી ધરાવતા હોવા છતાં પણ તે આપત્તિમાંથી સૌથી પહેલા બહાર નીકળી શક્યાં હતા. આવતી આપત્તિ લગભગ ભારતમાં આવે તેવું નથી લાગી રહ્યું, પરંતુ આવે તો પણ તેનો સામનો કરવા આપણે સજ્જ છીએ.

સ્વાસ્થ્ય મંત્રાલયે હોસ્પિટલનો સજ્જ રહેવા કહ્યું
બે દિવસ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય પ્રણાલીને અપડેટ કરવા કહ્યું હતું. તેમજ હોસ્પિટલોને કોઈ પણ મોટી બીમારીના ફેલાવા માટે તૈયાર રહેવા માટે સૂચવવામાં આવ્યું હતું. એડવાઈઝરી મુજબ હોસ્પિટલોમાં સ્ટાફ, બેડ, જરૂરી દવાઓ, ઓક્સિજન, એન્ટીબાયોટિક્સ, પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શું નિર્દેશો આપ્યા
સ્વાસ્થ્ય મંત્રીએ તેમના નિર્દેશોમાં કહ્યું હતું કે, હોસ્પિટલોએ પણ ખાતરી કરવી જોઈએ કે, તેમના ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે. સાથે જ સંક્રમણને રોકવા માટે બનાવવામાં આવેલાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ. 24 નવેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તે ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યું છે. ચીનમાં બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગોના ફેલાવા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

બીમારીને ફેલાતી રોકવા માટે ચીનમાં સ્કૂલો બંધ
જોકે, 23 નવેમ્બરે ચીની મીડિયાએ શાળાઓમાં એક રહસ્યમયી રોગ ફેલાવવાની વાત કરી હતી. આ કારણે ચીનની રાજધાની બેઇજિંગની અને 500 માઈલ (લગભગ 800 કિમી)ની ત્રિજ્યામાં આવેલી તમામ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. રોગના ફેલાવાને રોકવા માટે શાળાઓ બંધ કરવામાં આવી હતી. પીડિત બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે.


Spread the love

Related posts

અમદાવાદમાં PSI અને તેમના રાયટર 1000 ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

Team News Updates

GTUના કુલપતિને અધ્યાપકોની રજૂઆત:એકેડેમિક કેલેન્ડર મુજબ સમયસર પરીક્ષા લેવા અને ઈ-એસેસમેન્ટના સોફ્ટવેરનો પ્રશ્ન ઉકેલવા માગ

Team News Updates

ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત:નડિયાદ અને પોરબંદર-છાયા નગરપાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા

Team News Updates