News Updates
SURAT

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો

Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. માસૂમ બાળક પોતાના ઘર બહાર રમતો હતો તે દરમિયાન આરોપી સમોસા ખવડાવવાની લાલચ આપી તેને પોતાની સાથે લઇ ગયો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતુ. સમગ્ર મામલે જાણ થતા ભોગ બનનાર બાળકના પિતાએ ફરિયાદ કરતા પોલીસે 50 જેટલા CCTV કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે.

સમોસા ખવડાવવાની લાલચ આપી બાળકનું અપહરણ કર્યું
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો પાંચ વર્ષનો માસૂમ બાળક ગત 25મી નવેમ્બરના રોજ પોતાના ઘર બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ આવી સમોસા ખવડાવવાની લાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. ઘર બહાર રમી રહેલું બાળક અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. અને ભારે શોધખોળના અંતે કોઇ ભાળ ન મળતા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પોલીસે તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું હતુ
પોલીસે મામલાની ગંભીરતાને જોતા સૌપ્રથમ આસપાસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. CCTV ફૂટેજમાં અજાણ્યો શખ્સ 5 વર્ષના બાળકને પોતાની સાથે પાંડેસરાના ગોવાલક રોડ તરફ લઇ જતો નજરે ચડ્યો હતો. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ આરોપી બાળકને સોસાયટીની પાસે મૂકી ગયો હતો. બાદમાં બાળક પરિવાર સુધી પહોંચ્યુ હતુ. બાળકે પરિવારને શરીરમાં દુખાવાની ફરિયાદ કરતા માતા-પિતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયુ હોવાનું સામે આવ્યું
ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. તબીબી તપાસમાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે વધુ કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કર્યા હતા.

સાગર પરશુરામ બહેરા નામના મૂળ ઓરિસ્સાના શખ્સની ધરપકડ
પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો કામે લગાવી હતી. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગોવાલક રોડ ઉપર આવેલ દુકાનો અને ઘરોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં સાગર પરશુરામ બહેરા નામના શખ્સે માસૂમ જોડે કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતુ. આરોપીની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઉધના વિષ્ણુનગર ખાતેથી સાગર પરશુરામ બહેરા નામના મૂળ ઓરિસ્સાના શખ્સની ધરપકડ કરી હતી.

ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું
પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘર બહાર રમતા બાળકનું સમોસાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. નરાધમ પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકને ઉધના સોનલ રોડ ઉપર આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યારબાદ અહીં આવેલા એક બંધ મકાનમાં બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના શિમોલિયા તાલુકાના પુનિયારી ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

સુરતમાં મોટી દુર્ઘટના ટળી:ઓલપાડ રોડ પર સિટી બસનો ડ્રાયવર નશામાં બસ ચલાવતા પલટી મારી, લોકોએ ડ્રાયવર-કંડકટરને ખેતરમાંથી શોધીને ધુલાઈ કરી

Team News Updates

SURAT:દારૂની હેરાફેરી કિન્નરનો વેશ ધારણ કરીને: 3 લાખના મુદ્દામાલ સાથે 5ને ઝડપ્યા, ઈંગ્લીશ દારૂનું કાર્ટિંગ સમયે PCBની રેડ

Team News Updates

SURAT:તંત્રનું ચેકિંગ માર્કેટો, હોસ્પિટલ, જીમ સહિતની  જગ્યાએ ચેકિંગ 600 કરતાં વધારે દુકાનો સીલ કરાઈ સુરતમાં 

Team News Updates