News Updates
SURAT

નોનવેજ સિઝલરના ધુમાડાથી એક પછી એક મહિલાઓ પડવા લાગી:સુરતમાં બેઝમેન્ટના AC હોલમાં,ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, સફોગેશનથી 20થી વધુ મહિલા બેભાન થઈ

Spread the love

સુરતના ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નુરપુરાનાં બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં મોડીરાત્રે અફરાતફરી મચી ગઈ હતી. દાઉદી વોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં નોનવેજ સિઝલર આરોગવા આવેલી 20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. આજે દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. અહીં હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળતાં ઓક્સિજન લેવલ ઘટી જવાને લીધે 20થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાસભાગ મચી જવા પામી હતી.

108 બોલાવવાને બદલે મહિધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી.

સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.


Spread the love

Related posts

Tapi:પર્દાફાશ આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો:400 જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી LCBએ કર્યો

Team News Updates

11 લાખ રૂદ્રાક્ષનું 35 ફૂટ ઊંચું શિવલિંગ:સુરતમાં દ. ગુજરાતનું સૌથી મોટું રૂદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું, કાશીના ઋષિકુમારો રૂદ્રાભિષેક કરશે; હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થશે

Team News Updates

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

Team News Updates