News Updates
BUSINESS

10 ગ્રામના 62 હજાર રૂપિયા, એક વર્ષમાં 67 હજાર સુધી પહોંચી શકે છે; ચાંદી કિલોએ રૂ.75 હજારે પહોંચી

Spread the love

સોનું આજે એટલે કે મંગળવાર (28 નવેમ્બર) ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 458 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને એ 61,895 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અગાઉ આ વર્ષે 4 મેના રોજ સોનું એની ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એની કિંમત 61,646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનું એક વર્ષમાં 67 હજાર સુધી પહોંચી શકે છે

HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ, શેરબજારમાં ચાલી રહેલી વધઘટને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 67 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

કેરેટ પ્રમાણે સોનાનો ભાવ

કેરેટકિંમત (રૂ/10 ગ્રામ)
2461,895
2256,696
1846,421

સોનામાં તેજીનાં 5 કારણ

  • વૈશ્વિક બજારમાં ભારે વધઘટ
  • 2023માં વિશ્વવ્યાપી મંદીનો ભય
  • ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈ
  • વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે
  • વધતી મોંઘવારીથી સોનાને ટેકો મળે છે

ચાંદી પણ રૂ.75 હજાર સુધી પહોંચી ગઈ છે
આજે ચાંદીમાં શાનદાર તેજી જોવા મળી છે. એ રૂ. 1,947 મોંઘી થઈ છે અને રૂ. 74,993 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. પહેલાં એ 73,046 રૂપિયા હતી. આ મહિનામાં અત્યારસુધીમાં ચાંદી 4 હજાર રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે.

નવેમ્બરમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો
આ મહિનામાં અત્યારસુધીમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 1 નવેમ્બરે સોનાની કિંમત 60,896 રૂપિયા હતી, જે હવે 61,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ મહિનામાં અત્યારસુધીમાં ચાંદીના ભાવમાં રૂ. 4,168નો વધારો થયો છે. નવેમ્બરના પહેલા દિવસે એ 70,825 રૂપિયા પર હતી, જે હવે 74,993 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ પર પહોંચી ગયો છે.

નવેમ્બરમાં અત્યારસુધી સોના-ચાંદીની મૂવમેન્ટ આવી રહી છે

તારીખસોનાની કિંમતચાંદીની કિંમત
1લી નવેમ્બર60,896 રૂપિયા પ્રતિ 10 ગ્રામ70,825 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
28 નવેમ્બર61,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ74,993 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણી 30મી નવેમ્બરે મેચ્યોર થઈ રહી
સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણી 30 નવેમ્બરે મેચ્યોર થઈ રહી છે. આ બોન્ડ્સ 26 નવેમ્બર, 2015ના રોજ 2,684 રૂપિયા પ્રતિ ગ્રામના ઈસ્યુ પ્રાઇસ પર જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રાહકો એને રૂ. 6,132 પ્રતિ યુનિટના ભાવે રિડીમ કરી શકશે. આ મુજબ, છેલ્લાં 8 વર્ષમાં કુલ વળતર 128.5% રહેશે.

જો કોઈ રોકાણકારે નવેમ્બર 2015માં ગોલ્ડ બોન્ડમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેને 30 નવેમ્બરના રોજ આશરે રૂ. 2.28 લાખ મળ્યા હોત. મતલબ કે આ રોકાણથી 8 વર્ષમાં લગભગ 1.28 લાખ રૂપિયાની કમાણી થશે


Spread the love

Related posts

એન્ડ્રોઇડ એપ પર ‘twitter’ ને બદલે ‘X’:વેબ વર્ઝનમાં સોમવારે કરવામાં આવ્યો ફેરફાર, iOS માં હજી સુધી કોઈ અપડેટ નહીં

Team News Updates

મુકેશ અંબાણી ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા:ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં 10મી સૌથી અમીર વ્યક્તિ; નેટવર્થ રૂ. 9.45 લાખ કરોડ પહોંચી

Team News Updates

Zerodha ના AMC મામલે SEBI ના આ નિર્ણય બાદ Nitin Kamat અને Mukesh Ambani આમને – સામને ટકરાશે

Team News Updates