News Updates
VADODARA

ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેકથી મોત:અયોધ્યામાં રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્ત ઢળી પડ્યા, સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા

Spread the love

અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રામભક્ત અયોધ્યા ખાતે રામલ્લાના દર્શન કરીને આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા, તે સમયે વહેલી સવારે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. ચાલુ ટ્રેનમાં રામભક્તનું મૃત્યુ થતાં સાથે ગયેલા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં બેસીને રામલલ્લાના દર્શન માટે ગયા હતા. રામભક્ત અશોકભાઈએ અયોધ્યા મંદિરમાં જઈને રામલલ્લાના દર્શન કર્યાં હતા અને ત્યારબાદ અયોધ્યાથી ટ્રેન મારફતે વડોદરા પરત ફરી રહ્યા હતા. આ સમયે મધ્યપ્રદેશના જબલપુર નજીક વહેલી સવારે રામભક્ત અશોકભાઈને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.

વતનમાં અંતિમસંસ્કાર કરાશે
જબલપુર રેલવે પોલીસ વિભાગે અશોકભાઇના મૃતદેહને જબલપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ પાદરા ખાતે મજાતન ગામમાં અશોકભાઈના પરિવારજનોને કરવામાં આવી હતી. જેથી તેમના પરિવારજનો અશોકભાઈના મૃતદેહને લેવા મધ્યપ્રદેશના જબલપુર ખાતે રવાના થયા હતા. તેમના મૃતદેહને વતન મજાતન લાવીને અંતિમંસંસ્કાર કરવામાં આવશે.

અગાઉ પણ એક ભક્તનું ટ્રેનમાં મૃત્યુ થયું હતું
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા વડોદરાના સુંદરપુરા ગામના 67 વર્ષના માજી સરપંચ રમણભાઈ બાબુભાઈ પાટણવાડી વડોદરાથી ઉપડેલી આસ્થા ટ્રેનમાં અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં ચાલુ ટ્રેનમાં તેઓને હાર્ટ-એટેક આવતા મોત થયું હતું. આ બનાવને પગલે સાથી યાત્રિકો અને તેઓના ગામમાં સમાચાર પહોંચતા ગમગીની ફેલાઈ ગઈ હતી.

2 ટર્મ સરપંચ રહ્યા હતા
અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે જઇ રહેલા રમણભાઈ પાટણવાડિયા સુંદરપુરા ગામમાં 2 ટર્મ સરપંચ રહી ચૂક્યા હતા અને ગામનો વિકાસ કર્યો હતો. તેઓ પરિવારમાં પત્ની સહિત બહોળા પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. માજી સરપંચ રમણભાઇ પાટણવાડીયાના મોતને પગલે સુંદરપુરા ગામમાં ગમગીની ફેલાવી દીધી છે.


Spread the love

Related posts

Vadodara:અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય:વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત

Team News Updates

શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય

Team News Updates

તળાવમાંથી શ્રીફળ કાઢવા જતા મોત:વડોદરાના તરસાલી તળાવમાં ગણેશ વિસર્જન બાદ યુવાન નાળિયેર કાઢવા ગયો, ડૂબી જતા મોત; પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Team News Updates