News Updates
VADODARA

Vadodara:ટીવીમાં બ્લાસ્ટ: બે ઝુપડા બળીને ખાખ, સ્થાનિકોએ ધાબા પરથી પાણીનો મારો ચલાવ્યો, વારસીયામાં ઝુપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ

Spread the love

પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં શહેરમાં અનેક આગના બનાવો બન્યા છે. ત્યારે આજે વધુ એક આગનો બનાવ વારસીયા વિસ્તારમાં વીમા દવાખાના પાછળ આવેલ પડપટ્ટીમાં બન્યો હતો. સ્થાનિક લોકો અને સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસમાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે લાગેલી આગના પગલે બે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. લોકોએ દોડધામ કરી મૂકી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના વારસીયા વિસ્તારમાં વીમા દવાખાના પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી. આશરે 50 જેટલા ઝૂંપડાની વચ્ચે આવેલા એક ઝૂંપડામાં TVમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પોતાના છાપરા ઉપર અને ટેરેસ ઉપર ચડી ગયા હતા અને પાણીની ડોલો ભરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આગ પ્રસરી રહી હોવાના કારણે બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.

પાણીગેટ અગ્નિશમન વિભાગને આગના બનાવવાની જાણ થતાની સાથે જ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવીને કાબુમાં લઈ લીધી હતી. જોકે, આ સંપૂર્ણ આગ કાબુમાં આવે તે પહેલા બે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. તેમાંનો તમામ ઘરવખરી સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમયસર પહોંચીને આગને કાબુમાં લેવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. પરંતુ સ્થાનિક લોકોએ આગ લાગતાની સાથે જ પાણીની ડોલો ભરીને આગ ઉપર નાખવાનું શરૂ કરતાં આગ વધુ પ્રસરતા અટકી ગઈ હતી.

ઝૂંપડાઓની વચ્ચે આવેલા એક ઝૂંપડામા લાગેલી આગના કારણે આસપાસના ઝૂંપડાવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તમામ ઘરની બહાર સલામત સ્થળે નીકળી ગયા હતા. નોંધનીય બાબતે એ છે કે, આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ બે ઝૂંપડામાં આગ લાગવાના કારણે બે પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા બેઘર થઈ ગયેલા લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગના આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

આ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ કહેવાય રહ્યું છે કે, TVમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ અંગે વડોદરા ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આગનું ચોક્કસ કારણ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.


Spread the love

Related posts

નર્મદા નદી ગાંડીતૂર બનતા 25 ગામો એલર્ટ:વડોદરામાં મોડી રાત્રે NDRFની ટીમે ફસાયેલા 40 લોકોનું રેસ્ક્યૂ કર્યું; 3 તાલુકાના 1487 લોકોનું સ્થળાંતર; મહી નદીના કિનારે ન જવા કલેકટરની અપીલ

Team News Updates

આર્થિક સંકડામણે પરિવાર વિખેર્યો:વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી, બન્ને દીકરીનાં મોત, માતાની હાલત ગંભીર

Team News Updates

હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી:વડોદરામાં પરિણીત સાહિલે ‘વિકી’ નામ જણાવી સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું, સંબંધ ન રાખવાનું કહેતા ધમકી આપી

Team News Updates