News Updates
VADODARA

11,500 ફૂટની ઊંચાઇએ સેવા:અમરનાથયાત્રાના રૂટ પર માઇનસ 1 ડીગ્રી તાપમાનમાં વડોદરાના ફાર્માસિસ્ટે 20 દિવસ ફ્રી સારવાર આપી, કહ્યું- 20% દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા

Spread the love

જુલાઈ મહિનામાં અમરનાથની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. હવામાનમાં આવતા ઝડપી બદલાવ, કુદરતી આપત્તિ તથા પ્રતિકૂળ વાતાવરણના કારણે યાત્રાળુઓ આરોગ્યલક્ષી સમસ્યાઓનો ભોગ બનતા હોય છે. યોગ્ય સમયે મેડિકલ સુવિધા મળે તે માટે સમગ્ર રૂટ પર દર 4થી 5 કિમીના અંતરે મેડિકલ બેઝ કેમ્પ કાર્યરત છે. જેમાં આ વર્ષે વડોદરાના ફાર્માસિસ્ટ ભરતભાઈ પટેલે 20 દિવસ ફ્રી સારવાર આપી હતી. રોજના 400થી 500 લોકોની સારવાર કરતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, 20% દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા હતા. મારી સાથે ડો. જાગૃતિ ચૌધરી, ડો. અંકિત ધોબી અને ડો. જાગૃતિ સાબરિયાએ સ્વૈચ્છાએ આ સેવાનો લાભ ઉઠાવ્યો હતો.

તાપમાન માઇનસમાં રહે છે
વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી રહેલા ભરતભાઇ પટેલે પણ સ્વૈચ્છિક રીતે આ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ અમરનાથની યાત્રા રૂટ પર શેષનાગ પોઈન્ટ પરના મેડિકલ બેઝ કેમ્પ પર 20 દિવસ માટે સેવા આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શેષનાગ સ્થળ પર હવામાન ખૂબ જ અસ્થિર રહે છે. 11,500 ફૂટની ઊંચાઈ પર આવેલ આ સ્થળે ૦° થી -1° તાપમાન સામાન્ય રીતે રહેતું હોય છે. ગમે ત્યારે વરસાદ , હિમવર્ષા, તડકો અને એકાએક ઠંડીનો મારો ચાલુ થઈ જાય છે. આવી વિપરીત પરિસ્થિતિમાં યાત્રાળુઓ કોઈ ગંભીર સમસ્યાનો ભોગ બને તો તેની સેવા માટે
કાર્યરત મેડિકલ કેમ્પમાં ડો. ભરતભાઈને સેવા આપવાનો લાભ પ્રાપ્ત થયો હતો.

20 ટકા દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવે છે
સયાજી હોસ્પિટલમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેં અમરનાથ યાત્રામાં 20 દિવસ માટે શેષનાગ બેઝ કેમ્પ પર સારવાર આપી હતી. ત્યાં રોજના 400થી 500 દર્દીઓ સારવાર લેતા હતા. જેમાંથી 20 ટકા જેટલા દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા હતા. જેઓને ઓક્સિજન, બ્લડપ્રેશર અને અન્ય બીમારીઓની તફલિક રહેતી હતી. ત્યાં ઓક્સિજનનું લેવલ પાતળી હવાના કારણે ઓછું અને ત્યાં 11,500 ફૂટ પર શેષનાગ બેઝકેમ્પ આવેલ હોવાના કારણે તેનું વાતાવરણ બદલાતું રહે છે.

ડોક્ટરને એરલિફ્ટ કરાયા
વધુમાં જણાવ્યું હતું કે, વાતાવરણના બદલાવના કારણે ઓક્સિજન લેવલની અને બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે. મારી સેવા દરમિયાન બે કિસ્સાઓ એવા આવ્યા હતા કે, જેમાં એક ડોક્ટર હતા અને તેઓને 24 કલાક ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. એવી જ રીતે મધ્યપ્રદેશના એક 26 વર્ષીય યુવાનને 2 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ તેને પણ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.

વડોદરાના 4 પેરા મેડિકલ સ્ટાફે સેવા આપી
આ બેઝ કેમ્પમાં ગુજરાતમાંથી 20ની એમ 4 બેન્ચની ડિપ્લોયમેન્ટ કરવાનું આવતું હોય છે. જેમાં વડોદરામાંથી પહેલી બેચમાં બે કર્મચારીઓને ફરજ પર મૂકવામા આવ્યા હતા. બીજી બેચમાં અન્ય બે કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. ગુજરાતના 20 પૈકી વડોદરાના 4 પેરા મેડિકલ સ્ટાફ દ્વારા અમરનાથ યાત્રામાં કામગીરી કરવામાં આવી હતી.

મેડિકલ તજજ્ઞો અમરનાથમાં સ્વૈચ્છિક રીતે સેવા આપે છે
આમ કોરોના જેવી મહામારી, કુદરતી આપત્તિ કે અમરનાથયાત્રામાં વિકટ પરિસ્થિતિમાં યાત્રાળુઓને સારવાર આપવાની હોય ત્યારે લોકોને જીવનદાન આપવામાં આરોગ્ય વિભાગ સદેવ તત્પર રહે છે. વડોદરામાં મેડિકલ તજજ્ઞો અમરનાથમાં સ્વૈચ્છિક રીતે સેવા આપવા માટે જોડાયા તે સરાહનીય છે.


Spread the love

Related posts

ઉંમર 11 વર્ષ, KBCની કમાણી 25 લાખ:વડોદરાના અત્યુક્તે બિગ બીને કઈ બિમારી વિશે જણાવ્યું, હોટ સીટ પરના વર્ણવ્યા અનુભવો

Team News Updates

યુવક હોસ્પિટલમાં જીવિત આવ્યો કે મૃત?:વડોદરાના યાકુતપુરામાં યુવકનું શંકાસ્પદ મોત, યુવતી સાથે જબરદસ્તી લગ્ન કરાવ્યા હોવાનો ભાઈનો આક્ષેપ, ન્યાયની માગ કરી

Team News Updates

વડોદરામાં 75 વર્ષના વૃદ્ધનું અવસાન થતા પરિવારે બેન્ડવાજા અને આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી, લોકો જોઈ દંગ રહી ગયા

Team News Updates