News Updates
VADODARA

બોમ્બની ધમકી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટને :ત્રણ વખત ચેકિંગ કર્યું,150 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા,કંઈ ન મળ્યું,વડોદરાની એર ઇન્ડિયાની ફ્લાઈટને ત્યાં જ રોકી દેવાઈ

Spread the love

દિલ્હી એરપોર્ટ પર 7.30ની ફ્લાઈટના ચેકઇન વેળાએ જાહેરાત કરાઈએર ઈન્ડિયાની AI-819 ફ્લાઈટ જે બુધવારે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી. પરંતુ એર ઈન્ડિયાને બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ દિલ્હીમાં જ રોકી દેતાં 150 મુસાફરો અટવાયા હતા. બોમ્બની ધમકી હોવાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો. બાદમાં 20-20ના ગ્રુપમાં મુસાફરોને અન્ય ફ્લાઈટમાં બેસાડાયા હતા. આજે આ ફ્લાઈટે 176 મુસાફરો સાથે દિલ્હીથી ઉડાન ભરી છે. ગતરાત્રે વડોદરા એરપોર્ટથી જનાર 180 મુસાફરો અટવાયા હતા, જે તમામ આજે રિશિડ્યુલ ફ્લાઈટમાં જશે.

બુધવારે 150 મુસાફરો દિલ્હીથી વડોદરા એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-819માં વડોદરા આવી રહ્યા હતા. છેલ્લી ઘડીએ ફ્લાઈટ રોકી દેવાઈ હતી. એર ઈન્ડિયાએ સત્તાવાર જાણકારી આપી હતી કે, તેઓને બોમ્બની ધમકી મળી છે. વડોદરા આવનાર 150 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. વડોદરાથી દિલ્હી જતી ફ્લાઈટના મુસાફરો વડોદરા એરપોર્ટ પર ફસાયા હતા.

ફ્લાટઈટથી વડોદરા આવનાર મુસાફર અજય દવેએ જણાવ્યું કે, સિક્યોરીટી ચેકના સમયે જાહેરાત થઈ હતી. જોકે કેટલાક લોકો ફ્લાઈટમાં બેસી પણ ગયા હતા. તેઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. હાલમાં મુસાફરોને 20-20ના ગ્રુપમાં બીજી ફ્લાઈટ દ્વારા વડોદરા મોકલવામાં આવી રહ્યા છે. ફ્લાઈટમાં 3 વખત તપાસ કરવા છતાં કાંઈ મળ્યું ન હતું.

મોડીરાત સુધી ચેકિંગ કર્યા બાદ બોમ્બના ન મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વડોદરા એરપોર્ટ ઓથોરિટી કહે છે કે, સિક્યોરિટી રિઝનથી ફ્લાઈટ કેન્સલ થઈ હતી. મુસાફરો વડોદરા એરપોર્ટ પર આવે ત્યારે ખબર પડશે કે શું સ્થિતિ હતી. મુસાફરો સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે, આ ફ્લાઈટ 16 મેના રોજ એટલે કે આજે બપોરે વડોદરા એરપોર્ટ પર આવશે.


Spread the love

Related posts

11,500 ફૂટની ઊંચાઇએ સેવા:અમરનાથયાત્રાના રૂટ પર માઇનસ 1 ડીગ્રી તાપમાનમાં વડોદરાના ફાર્માસિસ્ટે 20 દિવસ ફ્રી સારવાર આપી, કહ્યું- 20% દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા

Team News Updates

Vadodara:ટેસ્ટિંગ દરમિયાન ફાટ્યો ફાયર સિલિન્ડર,કર્મચારીને પેટ અને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ

Team News Updates

અશ્રુભીની આંખે જય માતાજી બોલી વિદાય માંગી:વડોદરાના ચોરપુરા ગામની પ્રાથમિક શાળામાંથી બદલી  થયેલા આચાર્ય આરીફખાનને ગામ લોકોએ વાજતે-ગાજતે વિદાય આપી

Team News Updates