News Updates
INTERNATIONAL

વિશ્વના અનેક નેતાઓને હુમલાખોરોએ બનાવ્યા છે નિશાન,સ્લોવાકિયાના વડાપ્રધાન પર ઘાતક હુમલો

Spread the love

સ્લોવાકિયાના વડાપ્રધાનને ગઈકાલે ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. તેમની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્લોવાકિયાના વડાપ્રધાન પર થયેલ હુમલાની ઘટનાને વિશ્વના તમામ દેશો વખોડી રહ્યાં છે. ત્યારે સ્લોવાકિયાના વડાપ્રધાન ઉપર થયેલ હુમલો પ્રથમ ઘટના નથી. અગાઉ પણ વિશ્વના અનેક દેશના નેતાઓ પર હુમલાખોરોએ હુમલો કર્યો છે. જાણો કયા દેશના કયા નેતા પર હુમલાખોરોએ કર્યો હતો હુમલો.

ઈન્દિરા ગાંધી : ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પર 31 ઓક્ટોબર 1984ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધીના બે અંગરક્ષકો બીઅંતસિંહ અને સતવંત સિંહે ઓપરેશન બ્લ્યુ સ્ટારના વિરોધમાં ગોળી મારી હત્યા કરી નાખી હતી.

બેનઝીર ભુટ્ટો : પાકિસ્તાનમાં માત્ર લિયાકત અલી ખાન પર જ હુમલો થયો હતો એવું નથી, લિયાકત અલી ખાન પછી પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પણ 27 ડિસેમ્બર 2007ના રોજ હત્યા કરવામાં આવી હતી. રાવલપિંડીમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોર બેનઝીર ભુટ્ટોની પાસે આવ્યો અને તેને ગોળી મારી દીધી. હત્યારાએ બેનઝીર ભુટ્ટોની હત્યા કર્યા બાદ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી.

જ્હોન એફ કેનેડી : વિશ્વભરમા મોખરાનુ ગણાતા અમેરિકામાં પણ રાજનેતા પર હુમલાની ઘટનાથી બાકાત નથી. અમેરિકાના 35મા પ્રમુખ જ્હોન એફ. કેનેડીની 22 નવેમ્બર, 1963ના રોજ સરેઆમ હત્યા કરવામાં આવી હતી. કેનેડી તેની ખુલ્લી કારમાં જઈ રહ્યા હતા તે સમયે હુમલાખોરે તેમને ગોળીએ ધરબી દીધા હતા. જો કે કેનેડી પર હુમલો થયાના માત્ર બે દિવસ પછી કેનેડી સમર્થક દ્વારા હુમલાખોરની હત્યા કરવામાં આવી હતી

લિયાકત અલી ખાન : માત્ર ભારત જ નહીં, આપણા પાડોશી દેશ પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાનની 16 ઓક્ટોબર 1951ના રોજ હત્યા કરવામાં આવી હતી. તેઓ રાવલપિંડીના કંપની બાગમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. લિયાકત અલી ખાનની હત્યા અંગે એક રસપ્રદ વાત એ છે કે, હુમલાખોરે લિયાકત અલી ખાનને એક એવી જગ્યા પરથી નિશાન બનાવ્યા હતો જે પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ માટે આરક્ષિત હતી.

રણસિંહે પ્રેમદાસા : ભારતના વધુ એક પડોશી દેશ એવા શ્રીલંકામાં પણ રાષ્ટ્રપતિ પર હુમલો કરાયો હતો. શ્રીલંકાના ત્રીજા રાષ્ટ્રપતિ રાણાસિંઘે પ્રેમદાસાનું 1 મે 1993ના રોજ આત્મઘાતી હુમલામાં મોત થયું હતું. રણસિંઘે પ્રમદાસા કોલંબોમાં રેલી કરી રહ્યા હતા ત્યારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. પ્રેમદાસાને પણ એ જ LTTE દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની શ્રીપેરુમ્બુદુરમાં હત્યા કરી હતી.

શેખ મુજીબુર રહેમાન : પાકિસ્તાન સાથે યુદ્ધ લડીને બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર શેખ મુજીબુર રહેમાનની પણ બાગ્લાદેશમાં જ હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ 15 ઓગસ્ટ 1975ના રોજ શેખ મુજીબુર રહેમાનની તેમના પરિવાર સાથે હત્યા કરી હતી. જો કે, શેખ મુજીબુર રહેમાનની બંને પુત્રીઓ તે સમયે બાંગ્લાદેશની બહાર હોવાથી, હુમલામાં બચી ગઈ હતી. બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન શેખ હસીના, મુજીબુર રહેમાનના પુત્રી છે.

શિન્ઝો આબે : જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું પણ 8 જુલાઈ, 2022ના રોજ થયેલા હુમલાને કારણે મૃત્યુ થયું હતું. શિન્ઝો આબે જ્યારે નારા શહેરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરે શિન્ઝો આબે પર બે ગોળીઓ ચલાવી હતી. એક ગોળી તેની છાતીને વિંધીને આરપાર નીકળી હતી, જ્યારે બીજી તેમની ગરદનમાં વાગી હતી. ગોળી વાગી કે તરત જ શિન્ઝો આબે રોડ પર ઢળી પડ્યાં હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં.

રાજીવ ગાંધી : ઈન્દિરા ગાંધી પછી, તેમના પુત્ર અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ઉપર શ્રીપેરુમ્બુદુરમાં 21 મે 1991ના જીવલેણ હુમલો થયો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું. રાજીવ ગાંધીએ તેમના વડાપ્રધાન તરીકેના સત્તાકાળ દરમિયાન શ્રીલંકામાં શાંતિ રક્ષક દળ મોકલ્યું હતું. રાજીવ ગાંધીના આ પગલાથી નારાજ શ્રીલંકાના તમિલ વિદ્રોહી સંગઠન, એલટીટીઈ તરીકે ઓળખાતા લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમે રાજીવ ગાંધી પર હુમલો કર્યો હતો. રાજીવ ગાંધી ચેન્નાઈના શ્રીપેરુમ્બુદુરમાં હતા, ત્યારે એલટીટીઈએ તેમના પર આત્મઘાતી હુમલો કર્યો, જેમાં તેમણે જીવ ગુમાવ્યો.


Spread the love

Related posts

ગેંગ ફાઈટમાં 41નાં મોત, 25 મહિલાઓને જીવતી સળગાવી દેવાઈ

Team News Updates

260 મુસાફરો સવાર હતા,140 લોકો ગુમ, 49ના મોત,  71ને બચાવ્યા,યમનના સમુદ્રમાં બોટ ડૂબી

Team News Updates

કેનેડા જવા માંગતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, હવે દર વર્ષે 5 લાખ લોકોને આપશે વિઝા

Team News Updates