News Updates
INTERNATIONAL

હાલત તો જુઓ…!કેનેડામાં ભારતીયોની,2 દિવસમાં 3000 લોકો ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા; વેઇટરની જોબ માટે રેસ્ટોરાં બહાર લાઇન લાગી

Spread the love

કેનેડામાં એક રેસ્ટોરન્ટમાં વેઈટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનો લાગી છે. બે દિવસમાં અંદાજે 3000થી વધુ લોકોએ અરજી કરીછે. આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન વધતી બેરોજગારી તરફ ઈશારો કરે છે. ઉપરાંત એ ભારતીયો માટે ચિંતાજનક છે, જેઓ અભ્યાસ માટે કેનેડા જવા અથવા નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે, કારણ કે વેઈટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનોમાં ઊભેલા મોટા ભાગના લોકો ભારતીય છે.

કેનેડાના બ્રેમ્પ્ટનમાં આવેલી ‘તંદૂરી ફ્લેમ’ નામની રેસ્ટોરન્ટે વેઈટર અને સર્વન્ટની નોકરીઓ માટે હાયરિંગ શરૂ કર્યું હતું. રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ મેનેજર ઈન્દીપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું કે અમને લાગે છે કે બે દિવસમાં 3000 ઉમેદવાર ઈન્ટરવ્યૂ માટે આવી શકે છે, કારણ કે પહેલા દિવસે પણ ઘણી ભીડ હતી અને લાઈન લાંબી હતી. ઇન્ટરવ્યૂ માટે આવેલા મોટા ભાગના લોકો ભારતીય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર X પર પોસ્ટ કરતાં એક યુઝર રમનદીપ સિંહ માન લખ્યું- કેનેડામાં રોજગારીની ભયંકર પરિસ્થિતિ અને જીવનનિર્વાહની વધતી કિંમતે કેટલાક લોકો માટે જીવન નરક બનાવી દીધું છે. સોનેરી સપનાં સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે!’

કેનેડા લાંબા સમયથી ભારતીયોનું મનપસંદ સ્થળ છે, કારણ કે ત્યાં સ્ટુડન્ટ વિઝા દ્વારા વર્ક પરમિટ, કાયમી રહેઠાણ અને પછી નાગરિકતા મેળવવી એકદમ સરળ થઈ ગયું છે, જોકે આગામી દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જતાં પહેલાં વિચારવું જરૂરી છે, કારણ કે કેનેડાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા 35% ઘટાડવાનો નિર્ણય લીધો છે, જે આગામી વર્ષે 10% સુધી વધુ ઘટી શકે છે.

આની જાહેરાત કરતાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે જો ‘ખરાબ લોકો’ ઈમિગ્રેશન નીતિનો દુરુપયોગ કરશે અને વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવશે તો કેનેડા તેમની સામે કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું હતું કે તેઓ કેનેડામાં કામચલાઉ રહેવાસીઓની સંખ્યા ઘટાડવા માટે વિદેશી કામદારો માટે નિયમો કડક બનાવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં ટ્રુડોએ કહ્યું, ‘અમારી સરકાર આ વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 35% ઓછી પરમિટ આપશે. 2025માં આ સંખ્યામાં વધુ 10 ટકાનો ઘટાડો થશે.

ટ્રુડો સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા 2025માં 4,37,000 અભ્યાસ પરમિટ જારી કરવાની યોજના બનાવી રહ્યું છે, જે 2024માં જારી કરવામાં આવનારી 4,85,000 પરમિટ કરતાં 10 ટકા ઓછી છે. જ્યારે ગયા વર્ષે (2023માં) 5,09,390 વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ વિઝા આપવામાં આવ્યા હતા. આ વર્ષે (2024) પ્રથમ સાત મહિનામાં 1,75,920 સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. 2023માં કેનેડાએ 2.26 લાખ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપ્યા હતા. એ સમયે, 3.2 લાખ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા અને ગિગ વર્કર તરીકે અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા હતા.


Spread the love

Related posts

ઈમરાન ખાન આજે લાહોર HCમાં હાજર થાય તેવી શક્યતા:ટ્વિટ કરીને કહ્યું- પાકિસ્તાની સેના મને 10 વર્ષ સુધી જેલમાં રાખવાની યોજના બનાવી રહી છે

Team News Updates

પુતિન પર જીવલેણ હુમલો:રશિયાએ યુક્રેન પર લગાવ્યો પુતિનની હત્યાનો આરોપ, કહ્યું- 2 ડ્રોન મોકલ્યા હતા

Team News Updates

14 વર્ષના છોકરા પર એલન મસ્ક ફિદા:ટેલેન્ટ જોઈ સ્પેસ એક્સમાં આપી નોકરી, હવે દુનિયાનો યંગ સોફ્ટવેર એન્જિનિયર બન્યો

Team News Updates