News Updates
SURAT

જૂનાગઢના મહંત જે.કે.સ્વામી સહિત 7 સામે ફરિયાદ,સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

Spread the love

સુરતમાં વરાછાના ડોક્ટર સાથે સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ઠગાઇ થઈ છે. જૂનાગઢ મંદિરના મહંત જે.કે.સ્વામી અને તેમના મળતિયાઓ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આણંદના રિંઝા ગામે 700 વિઘા જમીનના સોદામાં નફાની લાલચ આપી વિઘા દીઠ 10.11 લાખના ભાવે સોદો નક્કી કરી 1.34 કરોડ ખંખેર્યા હતા. સંત સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ છે.

સાબરમતી નદી કિનારે પોઇચા જેવું મોટું સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે સુરતના તબીબ પાસેથી રૂપિયા 1.34 કરોડ ખંખેરી લેવાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આણંદના તારાપુરના રીંઝા ગામે સાબરમતી નદી કિનારે આવેલી જમીન જૂનાગઢના સ્વામી ખરીદવા ઇચ્છતા હોવાની વાત ડો.હડિયા સમક્ષ રજૂ કરવામાં આવી. સુરેશ ઘોરી નામના વ્યક્તિએ તબીબને વિશ્વાસમાં લઇને જમીનના સોદામાં મધ્યસ્થી માટે તૈયાર કર્યા હતા.

સુરેશ ઘોરીએ તબીબને વિશ્વાસ અપાવ્યો હતો કે, સંતો જમીનના સોદામાં સીધી રીતે સંડોવાતા નથી એટલે જાણીતા લોકોને મધ્યસ્થી તરીકે રાખતા હોય છે. જેમાં નક્કી કરાયેલી જમીન પર થોડો ફાયદો મેળવીને સંતો જમીન ખરીદી લેતા હોય છે. ધર્મ, સંપ્રદાય અને સંતોનું નામ આવતા તબીબે વિશ્વાસ મુક્યો અને આણંદની 700 વિધા જેટલી જમીનનો, વિધા દીઠ રૂપિયા 5.80 લાખના ભાવે સોદો નક્કી કરવામાં આવ્યો અને ટોકન પેટે તબીબે 1 કરોડ અને ત્યારબાદ કટકે કટકે તબીબ પાસેથી કુલ રૂ.1.34 કરોડ પડાવી લેવાયા.

તબીબને જમીનની મુળ કિંમત કરતા વિધા દીઠ રૂ.4.20 લાખ વધુ મળવાના હતા. જેમાં સુરેશ ઘોરી, તબીબ અને સ્વામી વચ્ચે ત્રણ ભાગ પડવાના હતા. જોકે જમીનનો સોદો નક્કી થઇ ગયો અને નક્કી કરવા મુજબ જમીન ખરીદી પણ લેવામાં આવી. જોકે જ્યારે તબીબે પોતાનો ભાગ માગ્યો તો સ્વામીએ માત્ર 5 લાખ રૂપિયા મોકલીને અન્ય રકમ ભૂલી જવાની વાત કરી એટલે કે તબીબને પોતાના 1.34 કરોડના રોકાણ સામે માત્રા રૂપિયા 5 લાખ જ મળ્યા. જે અંગે તબીબે જે.કે.સ્વામીનો સંપર્ક કર્યો તો તેઓએ રૂપિયા આપવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો.

જ્યારે તબીબે પોતાના રૂપિયા પરત મેળવવા સંત પર દબાણ કર્યું તો, સંતોએ કેનેડાથી રૂપિયા આવવાના હોવાનું બહાનું કર્યું. એટલું જ નહીં વિદેશના નાણા ભારતમાં ટ્રાન્સફર થઇ શકે તે માટે બેંકમાં કરંટ ખાતુ ખોલવાવ્યું હતું. બે મહિના બાદ સંતે તબીબને ફોન કરીને 14.80 લાખ ડોલર ખાતામાં જમા કરાવ્યાની વાત કરી. જ્યારે તબીબે તપાસ કરી તો બેંક દ્વારા કયા સંદર્ભે રૂપિયા આપવાના છે તેની સ્પષ્ટતા માગવામાં આવી. આખરે ઠગાઇનો શિકાર બન્યાનું માલૂમ પડતા જ તબીબે પોલીસની શરણ લીધી અને ઠગબાજો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સંત, 2 જમીન દલાલ સહિત કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

SURAT: સુરતમાં ઓટોરિક્ષા ભડભડ બળીને ખાખ રોડ પર ,આગ લાગતાં અફરાતફરી

Team News Updates

 SURAT:5 લાખનો ઉભો પાક બળીને ખાખ,7 વિઘામાં શેરડીનો પાક સળગાવી નાખ્યો ,મિલકતના ઝઘડામાં માતા-પુત્રી ગુસ્સે ભરાઈ 

Team News Updates

જિંદગીનો અંત આણનાર 5ને નવજીવન આપતો ગયો:સુરતમાં બ્રિજ પરથી પડતું મૂકનાર 26 વર્ષનો રત્નકલાકાર બ્રેનડેડ, કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી પરિવારે માનવતા મહેકાવી

Team News Updates