News Updates
GUJARAT

 Anand:ગંભીર રીતે ઘવાયેલા આઈસરનું સ્થળ પર જ મોત,આણંદના ઈસરવાડા નજીક ટાયર બદલવા ઉભા રાખેલા આઈસર પાછળ પિકઅપ ઘૂસ્યું 

Spread the love

ઈસરવાડા બ્રિજ નજીક ટાયર બદલવા માટે ઉભી રાખેલ આઈશર પાછળ પીકઅપ ડાલું ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઈશરનું ટાયર બદલતાં ચાલકનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નિપજ્યું છે. આ અંગે તારાપુર પોલીસે પીકઅપ ડાલાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં રહેતાં વિપુલભાઈ ભીમાભાઈ ઓળકીયા ગતરોજ રાત્રીના સમયે રાજકોટ સ્થિત રાધીકા કાર્ગોસીંસમાંથી પોતાના આઈશર ગાડી (નંબર GJ 03 BV 9635) માં માલ સામાન ભરી વડોદરા જવા નિકળ્યાં હતાં અને સવારના આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં વટામણ-તારાપુર રોડ પર આવેલ ઇસરવાડા ગામ નજીક બ્રીજ પાસે પહોંચ્યા હતાં. તે વખતે તેમના આઈશરનું પાછળનું વ્હીલ એકાએક ફાટ્યું હતું. જેથી વિપુલભાઈએ પોતાની ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી.

જે બાદ તેઓ આઈશરમાંથી નીચે ઉતરી ટાયર બદલી રહ્યાં હતાં. બરાબર તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતું પીકઅપ ડાલું (નંબર GJ 19 Y 4791) આ આઈશરની પાછળ ધડાકાભેર ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી આઈશરચાલક વિપુલભાઈ ઓળકીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતા ભીમાભાઈ રાણાભાઇ ઓળકીયાની ફરીયાદને આધારે તારાપુર પોલીસે પીકઅપ ડાલા ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

Chaitra Navratri 2024:મા શૈલપુત્રીની પૂજા વિધિ,શુભ સમય અને મંત્ર, ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ

Team News Updates

પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની 132 નંગ બોટલો જપ્ત કરી,ખડોલ ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો શખ્સ ઝડપાયો

Team News Updates

Banaskantha:વરસાદના ટીંપા માટે તરસી રહ્યા છે ઉત્તર ગુજરાતના આ તાલુકાના ખેડૂતો,ભાભરમાં સૌથી ઓછો વરસ્યો

Team News Updates