News Updates
GUJARATRAJKOT

રાજકોટ ટ્રાફિક પોલીસની અનોખી પહેલઃ ૬૮ વાહન ચાલકોને અપાઇ હેલ્મેટ

Spread the love

અકસ્માતો નિવારવા અને ટ્રાફિક અવેરનેસ માટે માલિયાસણ ચોકડી પર હેલ્મેટ વિતરણનો નવતર પ્રયોગ

શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે, જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

વાહન ચાલકો માટે રાજયસરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે અકસ્માતો બનતા રહે છે, જેનાથી બચવા માટે શહેર પોલીસના સંકલનમાં રહીને પી.આઈ.શ્રી ભાર્ગવસિંહ ઝણકાટે સ્થાનિક કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.


જેમાં વાહન ચાલકો પાસેથી દંડ લેવાના બદલે હેલ્મેટ આપવામાં આવે છે, જેથી વાહન ચાલક હેલ્મેટનો ઉપયોગ કરી અકસ્માતથી બચી શકે અને ટ્રાફિક મેનર્સ ઊભી થાય. આ પ્રયોગ અંતર્ગત માલિયાસણ ચોકડી પરથી પસાર થતાં વાહનોનો અકસ્માત નિવારવા માટે દંડ લેવાના બદલે હેલ્મેટ આપવામાં આવે છે. આ અભિયાનમાં પી.એસ.આઈ. પી.એલ. ધામા, એ.એસ.આઇ. કિરીટસિંહ અને સુરેશભાઈ હેડ કોન્સ્ટેબલ શ્રી વાલાભાઈ અને રોહિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : દિલીપ વાગડિયા (રાજકોટ)


Spread the love

Related posts

માન્યતા તો એવી છે બ્રહ્માજીને શિક્ષા આપવા પ્રગટ થયા:શિવજીનો જ અવતાર છે કાલભૈરવ, તેમની પુજા-અર્ચના કરીને ભક્તોએ ખરાબ આદત છોડવાનો સંકલ્પ લેવો જોઇએ

Team News Updates

રાંદલ વખતે ઘોડો કેમ ખુંદાય છે?:શિવપુરાણમાં નરકના પ્રકાર વર્ણવ્યા છે, તમે કેવાં કર્મ કરો તો નરકમાં જવાનું થાય?

Team News Updates

ગુજરાત પર અસર ઓડિશાના ડિપ્રેશનની:40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે,દ.ગુજરાતમાં ઓરેન્જ તો પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

Team News Updates