News Updates
GIR-SOMNATHGUJARAT

સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે

Spread the love

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ભાવનગર રેલ્વે મંડળ થઇને દોડતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક સ્લીપર કોચને એક થર્ડ એસી ઈકોનોમી કોચ સાથે બદલવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, જબલપુરથી વેરાવળ સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11464 (જબલપુર-સોમનાથ એક્સપ્રેસ)માં 18 ઓકટોબર ,2023 થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાડવવામાં આવશે.જ્યારે વેરાવળથી જબલપુર સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11463 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ)માં 20 ઓકટોબર, 2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.

ઉપરાંત વેરાવળથી જબલપુર સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11465 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ)માં 21 ઓકટોબર,2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.જ્યારે જબલપુરથી વેરાવળ સ્ટેશન સુધી દોડતી ટ્રેન નંબર 11466 (જબલપુર-સોમનાથ એક્સપ્રેસ)માં 23 ઓકટોબર, 2023થી એક થર્ડ એસી ઇકોનોમી કોચ લગાવવામાં આવશે.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

આજે મંગળવાર અને ચોથનો અનોખો સંયોગ, તિલકુંડ ચતુર્થી અને કુંભ સંક્રાંતિએ સૂર્ય ભગવાનને ગોળનું દાન કરો

Team News Updates

નદીમાં ખાબકી 55 મુસાફર ભરેલી બસ: 12 મુસાફર ઇજાગ્રસ્ત;રણુજાથી પરત ફરતી દર્શનાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત

Team News Updates

HIV સંક્રમણ દેશના આ રાજ્યોમાં અનેકગણું વધ્યું

Team News Updates