News Updates
GUJARAT

ગુજરાતનું ગૌરવ, આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

Spread the love

અડગ મનના માનવીને પહાડ પણ નડતો નથી. આ ઉક્તિને ફરી એક વખત ગુજરાતની દીકરી અને દિવ્યાંગ ( અંધ) એવી હિમાંશી રાઠીએ સાર્થક કરી બતાવી છે. દૃષ્ટિ નહીં હોવા છતાં હિમાંશીએ તાજેતરમાં ચીન ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની સાથે પરિવાર, ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.

ગુજરાતની એક એવી દીકરીની સિદ્ધિ ગૌરવ અપાવે તેવી છે જે આંખથી બિલકુલ જોઈ નથી શકતી. પરંતુ તેમ છતાં પણ તેને એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું, પરિવારનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. પેરા એશિયન ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ગુજરાતી ગર્લ હિમાંશી રાઠીને IAS ઓફિસર બનવાનું સપનું પણ ધરાવે છે.

ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે પાંચ વખત અને 4 વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહી ચૂકી છે હિમાંશી

દીકરી અઢી વર્ષની હતી ત્યારે માતા – પિતાને દૃષ્ટિ ખામી અંગે જાણ થઈ છતાં ધોરણ 4 સુધી સામાન્ય બાળકોની શાળામાં જ ભણાવી અને ત્યારબાદ અંધજન શાળામાં આગળનું ભણતર પૂર્ણ કરવા સાથે હિમંશીએ ગુજરાત યુનિવર્સીટીમાંથી બી. એ લિટ્રેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે.

અડગ મનના માનવીને પહાડ પણ નડતો નથી. આ ઉક્તિને ફરી એક વખત ગુજરાતની દિવ્યાંગ દીકરી એવી હિમાંશી રાઠીએ સાર્થક કરી બતાવી છે. દૃષ્ટિ નહીં હોવા છતાં હિમાંશીએ તાજેતરમાં ચીન ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં ચેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની સાથે પરિવાર, ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. જે હિમાંશીને આગળ UPSC પરીક્ષા ક્રેક કરીને આઇએએસ ઓફિસર બનવું છે. અને તે તેના આ લક્ષ્ય તરફ મજબૂત મનોબળ સાથે તે આગળ વધી રહી છે.

અઢી વર્ષની હતી ત્યારે માતા પિતાને દૃષ્ટિ ખામીની જાણ થઈ

હિમાંશી રાઠીનો જન્મ 30 ઓક્ટોમ્બર 1999 ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે થયો છે. તેના પિતા ભાવેશ રાઠીનો બિઝનેસ છે અને માતા દિપાલી રાઠીના ગૃહિણી છે. હિમાંશીનો જન્મ થયો ત્યારે માતા પિતા ને જરાય ખ્યાલ ન હતો કે તેમની દીકરી દૃષ્ટિ ખામીથી ગ્રસ્ત છે. તે જ્યારે અઢી વર્ષની થઈ ત્યારે કેટલીક બાબતોથી માતા પિતાને આ બાબતનો ખ્યાલ આવ્યો.

ત્યાર બાદ અનેક જગ્યાએ સારવાર માટે ધક્કા ખાધા પણ અંતે નક્કી થઈ ગયું કે હિમાંશી ની દૃષ્ટિ ધીરે ધીરે જતી રહેશે અને તે સંપૂર્ણ બ્લાઇન્ડ થઈ જશે. આમ છતાં માતા પિતાએ નિરાશ કે હતાશ થયા વગર દીકરીને જીવનમાં કંઇક બનવાના ધ્યેય સાથે હિંમત ભેગી કરી. પહેલા તો માતા પિતાએ હિમાંશીને સામાન્ય બાળકો સાથે જ સ્કૂલમાં ભણવા મૂકી અને ધોરણ 4 સુધી તેણીએ સામાન્ય બાળકોની જેમ જ અભ્યાસ પૂર્ણ કર્યો. પણ આગળ આ શક્ય ન હતું અને હિમાંશી ને આગળના ભણતર માટે અમદાવાદની અંધ કન્યા શાળામાં જવું પડ્યું.

અહીં તેની માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે તેણીએ ધોરણ 4 સુધી સામાન્ય બાળકોની જેમ ભણતર કર્યું હતું જેથી અચાનક પાંચમા ધોરણમાં બ્રેલ લિપિ શીખવી પડે તેમ હતું. જોકે હિમાંશીની ધગસ અને માતા પિતાની મેહનત રંગ લાવી અને માત્ર દોઢ મહિનામાં જ હિમાંશી બ્રેલ લિપિ શીખી ગઈ.

ત્યારબાદ તે ભણતરમાં હંમેશા અવ્વલ જ રહી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં અંધજન કેટેગરીમાં હિમાંશી રેન્કર રહી. ત્યારબાદ તેણીએ ગુજરાત યુનવર્સિટીમાંથી બી.એ લિટ્રેચરમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડીગ્રી મેળવી અને હવે સ્પીપાની પરીક્ષા પાસ કરીને તે UPSC ની તૈયારી કરી રહી છે. તે સાથે તેણે એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ચેસમાં રૂચીએ અપાવી સફળતા

સામાન્ય રીતે અંધજન શાળામાં મોટાભાગના બાળકો સંગીત તરફ વધુ આકર્ષાય છે. પણ હિમાંશીને ચેસની રમતમાં રુચિ જાગી અને તેણીએ ચેસની તાલીમ લેવાની શરૂઆત કરી અને એક બાદ એક વિવિધ સ્પર્ધાઓમાં તેણીએ ભાગ લઈ સફળતા મેળવી. હિમાંશી ખેલ મહાકુંભ માં રાજ્યસ્તરે પાંચ વખત ચેમ્પિયનનો ખિતાબ, ચાર વખત રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે અને હવે પેરા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી એક મુકામ હાસલ કર્યો છે. જે બાદ તેની મુલાકાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ થઈ. જેઓએ હિમાંશીનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

દીકરીની એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરવા સુધીની સફર

હિમાંશી પહેલી વખત પેરા એશિયન ગેમ્સમાં પહોંચી એ પહેલી વખત નથી. આ પહેલા વર્ષ 2018 માં ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલા પેરા એશિયન ગેમ્સમાં પણ તેણીએ ભાગ લીધો હતો. જોકે તે વખતે તે મેડલ તો જીતી ન શકી હતી પણ સારા પ્રદર્શન સાથે ચોથા ક્રમે રહી હતી. ત્યારબાદ વર્ષ 2022માં હિમાંશી એ ફ્રાન્સ ખાતે યોજાયેલ વર્લ્ડ વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તે 14માં ક્રમે રહી હતી.

ચાર વખત નેશનલ વિમેન્સ ચેમ્પિયન રહેલી હિમાંશી એ વર્ષ 2023માં ચંદીગઢ ખાતે આયોજિત નેશનલ વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આ ઇવેન્ટમાંથી જ ચાઇના ખાતે યોજાનાર પેરા એશિયન ગેમ્સમાં માટેની પસંદગી થવાની હતી. હિમાંશી એ સ્પર્ધામાં VI B1 કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને ફરી એક વખત પેરા એશિયન ગેમ્સમાં રમવાના દરવાજા હિમાંશી માટે ખુલી ગયા.


Spread the love

Related posts

BHARUCH:ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર,જંબુસરના વેડચ ગામ નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત

Team News Updates

પ્રેમિકાની હત્યા કરી પ્રેમી બેંગલુરુ ભાગ્યો:લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા કરી પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી, પોલીસે તમામ ગુનેગારોને ઝડપી પાડ્યા

Team News Updates

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ:પાલનપુર-અમદાવાદ હાઈવે ઘૂંટણ સમા પાણી ભરાયા, થરાદમાં અતિભારે વરસાદ, પાટણમાં અનેક વૃક્ષો ધરાશાયી

Team News Updates