News Updates
RAJKOT

78 કલાક પછી TRP ગેમ ઝોનમાંથી એક ઘડિયાળ, એક બ્રેસલેટ, એક કડું અને બે મોબાઈલ મળ્યાં,માનવ શરીર સાથે રાખ બાકી બધું

Spread the love

રાજકોટના TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમા 28 માનવ શરીર હોમાયા છે. ત્યારે આ ઘટનાને 78 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે. છતાં આ 28 લોકોમાંથી ઘણાં પરિવારજનોને પોતાનાં સ્વજનોના મૃતદેહ મળ્યા નથી. બીજી તરફ ગઇકાલે FSLની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તો તેમાં માત્ર એક ઘડિયાળ, એક બ્રેસલેટ, એક કડું અને બે મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. એટલે તેના ઉપરથી જ જાણી શકાય છે કે આ ઘટના કેટલી ભયાનક હશે. કારણ કે માનવ શરીરના કંકાલની સાથે માત્ર 5 જ વસ્તુ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કામગીરીમાં સતત 24 કલાક સુધી ફાયર વિભાગના માણસો કામગીરી કરતા નજરે પડ્યા હતા અને સતત દોઢ કલાક 1 લાખ 80 હજાર લિટર જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમની પ્રાયોરિટી એ પણ હતી કે એક પણ મૃતદેહ છૂટી ન જાય અને એક પણ અવશેષ બાકી ન રહે. જેથી કોઈ પણના સ્વજનના યોગ્ય DNA કરાવી શકાય.

રાજકોટમાં શનિવારની સાંજે કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં મોજમસ્તીની સંભળાતી ચિચિયારીઓ આ વખતે બચાવ બચાવની સંભળાતી હતી. યુવાનો, બાળકો પોતાના મિત્રો તેમજ પરિવાર સાથે વિકેન્ડ અને વેકેશનની મજા માણવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોઈને પણ ખ્યાલ ન હતો કે તેઓની આ કદાચ આખરી મજા હશે. સાંજના 5.34 વાગ્યે વેલ્ડિંગનો તણખો નીચે પડતા આગ લાગી હતી અને 5થી 7 મિનિટના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું. ત્યાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી અને નાસભાગ થવા લાગી હતી.

રાજકોટ ફાયર વિભાગને સાંજના સમયે ઘટનાની જાણ થતાંની સાથે જ પ્રથમ નિર્મલા રોડ અને મવડી ફાયર સ્ટેશનથી પ્રથમ બે ગાડી ઘટનાસ્થળે 5.43 વાગ્યે રવાના થઇ હતી. 5.49 મિનિટ આસપાસ ફાયરની બે ગાડી તેમજ ચીફ ફાયર ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ મોટી હોવાનું માલૂમ પડતા તેમણે ત્વરિત તમામ ફાયર સ્ટેશનથી ગાડી બોલાવી સાથે કાલાવડ નગરપાલિકાથી પણ 2 ફાયરગાડી રેસ્ક્યુ વેન સાથે મદદ માટે બોલાવી લેવામાં આવી હતી. આ દરમિયાન કુલ 11 ફાયર ફાઈટરની મદદથી સતત દોઢ કલાક સુધી અંદાજિત 1.80 લાખ લિટર જેટલા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. લોકોના રેસ્ક્યુ પણ સાથે સાથે કરવામાં આવી રહ્યા હતા.

આગ કાબૂમાં આવ્યા બાદ ઘટનાસ્થળ પરથી માનવ શરીરના મૃતદેહ મળી આવતા હતા. જેથી ચીફ ફાયર ઓફિસરની સૂચનાથી એક પણ મૃતદેહ બાકી ન રહી જાય અને તમામ અવશેષો હોસ્પિટલ સુધી પહોંચાડવા સૂચના આપી હતી. કારણ કે મૃતદેહ પરથી ઓળખ થઇ શકે તેમ ન હતી અને DNA ટેસ્ટ કરાવવા માટે અવશેષો જ મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ હતા. જેથી ફાયર વિભાગના માણસોએ કાળજીપૂર્વક મૃતદેહો બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. આ કામગીરીમાં લગભગ 70 જેટલા માણસો અને અધિકારીઓ જોડાયેલા હતા.

જ્યારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો ત્યાર બાદ આખો કાટમાળ હટાવવામાં આવ્યો હતો. અનેક અવશેષો મળી આવ્યા હતા. જેમાં ગઈકાલે તપાસ કરતા કેટલીક માનવ વસ્તુ પણ મળી આવી હતી. જો કે તેમાં પણ માત્ર 5 જ વસ્તુ હતી. જેમાં એક બ્રેસલેટ, એક કડું, એક ઘડિયાળ અને બે મોબાઈલ મળી આવ્યાં હતાં. જેના પરથી તારણ કાઢી શકાય કે આ આગ કેટલી ભયાનક હશે.


Spread the love

Related posts

કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી, પછી કેનેડાથી હોડીમાં બેસાડ્યા ને મોત મળ્યું

Team News Updates

પરિણીતાનું જીવન દુષ્કર કરી નાખ્યું:વિછિયામાં સાસુ સંતાન સુખ બાબતે મારકૂટ કરતા,પતિ પરસ્ત્રી સાથે સબંધ ધરાવતો, પરિણીતા વિરોધ કરતા ઝઘડો કરતા

Team News Updates

નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય

Team News Updates